કલાકંદ મોદક કેક(Kalakand modak cake recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#GC
#પોસ્ટ ૩
ત્રીજા દિવસે ગણપતિ બાપ્પા નો મહાપ્રસાદ ફ્યુઝન કેક બનાવી છે. બાળકો એ બાપ્પા નો જન્મ દિવસ કેક કાપી ઉજવણી કરી. કલાકંદ અને ઓરેન્જ ફલેવર ટફલ કેક બનાવી છે.

કલાકંદ મોદક કેક(Kalakand modak cake recipe in Gujarati)

#GC
#પોસ્ટ ૩
ત્રીજા દિવસે ગણપતિ બાપ્પા નો મહાપ્રસાદ ફ્યુઝન કેક બનાવી છે. બાળકો એ બાપ્પા નો જન્મ દિવસ કેક કાપી ઉજવણી કરી. કલાકંદ અને ઓરેન્જ ફલેવર ટફલ કેક બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭૫ મિનિટ
૧૦ લોકો
  1. કેક બેટર માટે
  2. ૧ કપઘઉંનો લોટ
  3. ૧/૩ કપદળેલીખાંડ
  4. ૧/૩ કપમિલ્ક પાઉડર
  5. ૧ કપગરમ દુધ
  6. ૧ ટી સ્પૂનચોકલેટ એસેન્સ
  7. ૧/૨ ટી સ્પૂનબેંકીંગ સોડા
  8. ૧ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  9. ૩ ટે સ્પૂનબટર
  10. ૩ ટે સ્પૂનકોકો પાઉડર
  11. ચપટીમીઠું
  12. ફ્રોસ્ટીંગ માટે
  13. ૨૫૦ ગ્રામ વ્હીપ ક્રીમ
  14. ૪ ટે સ્પૂનમેપ્રો ઓરેન્જ ફલેવર સીરપ
  15. ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ
  16. ૪ નંગકલાકંદ
  17. ૬ નંગપીસ્તા ગાર્નિશિંગ માટે
  18. કોફી સીરપ માટે
  19. ૧ ટે સ્પૂનકોફી
  20. ૧ ટે સ્પૂનદળેલીખાંડ
  21. ૩ ટે સ્પૂનપાણી

રાંધવાની સૂચનાઓ

૭૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. હવે કેક બેટર રેડી કરીએ તે પહેલાં કુકર મા તળીયે મીઠું નાખીને, કાણા વાળી જાળી રાખીને, ઢાંકણ ની રીંગ અને સીટી કાઢી ને ૫ મિનિટ ગેસ પર પ્રી હીટ કરવા મુકો.

  2. 2

    હવે એક બાઉલમાં બટર અને ખાંડ બંને બરાબર મિક્ષ કરી દો. પછી તેમા થોડો થોડો લોટ અને બાકીની વસ્તુઓ ઉમેરી મિક્સ કરતાં જાવ.

  3. 3

    બધી વસ્તુઓ એક પછી એક ઉમેરી હળવા હાથે મિક્સ કરી દો.

  4. 4

    બધી વસ્તુઓ ચાળી ને લેવી.

  5. 5

    હવે છેલ્લે દુધ ઉમેરી કટ એન્ડ ફોલ્ડ મેથડ થી મિક્સ કરી દો.જરુર હોય તો વધારે દુધ ઉમેરી શકો છો. મિડીયમ બેટર રેડી કરો. પછી ગ્રીસ કરેલા મોલ્ડ મા રીબીન ની જેમ બેટર ઠાલવો.થોડુ બેટર બાકી રાખવુ. ૨ થી ૩ વાર મોલ્ડ ને પછાડી એર કાઢી લો. પછી ૧૦ મિનિટ ફાસ્ટ તાપે અને ૩૦ મિનિટ ધીમે તાપે કુકર મા બેક કરવા મુકો. કુકર નુ ઢાંકણ ઢાંકી દો.

  6. 6

    હવે મોદક શેઈપ આપવા જે થોડુ બેટર બાકી રાખેલુ તેને ગ્રીસ કરેલા કાચના બાઉલમાં નાખો. ૨ વાર ટેપ કરીને હવા કાઢી નાખો.

  7. 7

    હવે પ્રી હીટ માઈક્રોવેવ ઓવન મા અઢી મિનિટ માટે બેક કરો. રેડી છે ઈન્સ્ટન્ટ કેક જે મોદક ને ડોમ શેઈપ આપવા માટે કર્યુ છે.

  8. 8

    પછી ૨ મિનિટ પછી ઠરે એટલે તેના પર ડીશ રાખી ઉંધુ બાઉલ કરી ડી મોલ્ડ કરો. પછીતેના પર દુધ નુ બ્રશ ફેરવી,તેને રુમાલ ઢાંકી ઠરવા મુકો જેથી સુકાઇ ના જાય.

  9. 9

    હવે ૪૦ મિનિટ પછી કુકર ની કેક બેક થઈ ગઈ ટુથપીક થી ચેક કરી લો. હવે તેને ઓવન રેેક પર દુધ વાળુ બ્રશ લગાડી રુમાલ ઢાંકી ઠરવા મુકો.

  10. 10

    હવે ફ્રોસ્ટીંગ માટે ક્રીમ ને વેનીલા એસેન્સ નાખી ૧૦ મિનિટ સુધી બીટર થી બીટ કરો. જ્યાંરે ક્રીમ થીક થાય ત્યાં સુધી કરો.

  11. 11

    હવે કેક ને છરી થી અથવા દોરા થી કટ કરી દો. મે કુકર ની કેક ૩ ભાગ અને ઓવન ની કેક ૨ ભાગ મા કટ કરી છે. પછી કોફી સિરપ મિક્સ કરી એક એક ભાગ મા વારાફરતી લગાવવુ.

  12. 12

    વ્હીપ ક્રીમ મા કલાકંદ ને સ્મેશ કરી નાખી મિક્સ કરી દો. પછી એક પછી એક કેક લેયર મા લગાવતા જાવ.

  13. 13

    મે બધા લેયર વારાફરતી બતાવ્યું છે.

  14. 14

    લાસ્ટ ડોમ શેઈપ આપવા મે ઓરેન્જ ક્રશ નુ અને ક્રીમ નુ લેયર વધારે લગાડું છુ.

  15. 15

    હવે છેલ્લે આખી કેક પર ક્રીમ લગાવી દો.

  16. 16

    પછી કડક વળે એવા પ્લાસ્ટિક થી વધારાનુ ક્રીમ કાઢી લો. પછી થોડા વ્હીપ ક્રીમ મા ઓરેન્જ ક્રશ નાખી બીટર થી બીટ કરી દો.

  17. 17

    પછી પાઈપીંગ બેગ મા ભરી આખી કેક ઉપર લગાવી દો.

  18. 18

    છેલ્લે ફાઈનલ ટચ આપી કાંટા ચમચી થી મોદક પર ડીઝાઇન પાડી દો. પછી પીસ્તા કતરણ થી ગાર્નીશ કરો.

  19. 19

    રેડી છે કલાકંદ મોદક કેક જે અંદર ટફલ અને બહાર ઓરેન્જ ફલેવર કેક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes