અમૃતસરી છોલે(amritsari chole recipe in gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara

#નોર્થ

અમૃતસરી છોલે(amritsari chole recipe in gujarati)

#નોર્થ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧ કપકાબુલી ચણા
  2. ૧ કપડુંગળી ની પ્યુરી / જીણી સમારેલી
  3. ૧ કપટોમેટોની પ્યુરી / જીણી સમારેલી
  4. ૧ ટેબલ સ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  5. ૧ પાનતમાલ પત્ર
  6. ૫-૬ નંગ લવિંગ
  7. ૧ નંગતજ નો ટુકડો
  8. ૫-૬ નંગમરી
  9. ૧ ટેબલ સ્પૂનમરચું પાઉડર
  10. ૧ ટેબલ સ્પૂનધાણાજીરું
  11. ૧ ટેબલ સ્પૂનચાની ભૂકી
  12. ૨ ટી સ્પૂનહળદર
  13. ૧/૨ ટેબલ સ્પૂનકિચન કિંગ મસાલા
  14. ૧/૨ ટેબલ સ્પૂનપંજાબી મસાલા / છોલે મસાલા
  15. ૧ ટીસ્પૂનગરમ મસાલા
  16. ૨ ટેબલ સ્પૂનતેલ
  17. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    કાબુલી ચણાને ઓછા માં ઓછા ૬ થી ૮ કલાક પાણી માં પલાળી રાખવા

  2. 2

    હવે એક પ્રેસર કૂકર માં પલાળેલા ચણા લઇ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવું હવે એક કોટન કાપડમાં તજ, લવિંગ, મરી, તમાલપત્ર અને ચાની ભૂકી લઇ પોટલી બનાવી ને કૂકર માં મૂકવું જેથી ચણામાં રંગ અને સ્વાદ ઉમેરાઈ જશે ત્યારબાદ તેને ૫ થી ૬ સિટી કરી ને બાફી લેવું

  3. 3

    હવે એક પેન કે કડાઈ માં તેલ લઇ ગરમ થવા ગેસ પર મૂકવું હવે તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર ઉમેરી ડુંગળીની પ્યુરી ને પણ ઉમેરો
    ડુંગળી સંતળાય એટલે તેમાં આદુ- લસણ ની પેસ્ટ ઉમેરી ૧ મિનિટ માટે ચડવા દો

  4. 4

    હવે તેમાં ટોમેટો ની પ્યુરી ઉમેરી ને હળવું ને મિક્સ કરો હવે ૨ મિનિટ માટે ઢાંકણ થી ઢાંકી ને ચડવા દો

  5. 5

    હવે તેમાં બધા મસાલા ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો હવે તેને ડ્રાય થઇ તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો

  6. 6

    હવે તેમાં બાફેલા ચણા ઉમેરી હલાવી ને મિક્સ કરવું હવે તેમાં બાફેલા ચણાનું વધેલું પાણી ઉમેરી દેવું જો ઓછું લાગે તો બીજું પાણી જરૂર મુજબ ઉમેરી ને ૩ મિનિટ સુધી ઢાંકી ને ચડવા દો

  7. 7

    બસ તૈયાર છે અમ્રીત્સરી છોલે સર્વ કરવા માટે મેં કુલચા જોડે સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Patel
Priti Patel @Priti_1189
પર
vadodara

ટિપ્પણીઓ

Similar Recipes