રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબાફેલા કાબુલી ચણા
  2. 1 કપસમારેલી ડુંગળી
  3. 1 કપકાપેલા ટામેટા
  4. 1જાવિંત્રી
  5. 2તમાલ પત્ર
  6. 1નાનો ટુકડો તજ
  7. 1 ટી સ્પૂનધાણા
  8. 1 ટી સ્પૂનતલ
  9. 1 ટી સ્પૂનજીરું
  10. 1 ટી સ્પૂનવરિયાળી
  11. 2કે ત્રણ બાદિયા
  12. 1/2ટી ચમચી મરી અને લવિંગ
  13. ૨ ટી સ્પૂનચાની ભૂકી
  14. 1/2ટી ચમચી હળદર, મરચું, ધાણા જીરું
  15. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાબુલી ચણા ને રાત્રે પ લાળી ને સવારે ૬ થી ૭ સીટી સુધી કૂકરમાં બાફી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈનો વઘાર કરો. તેમાં જીરું અને લસણ અને ડુંગળી ઉમેરીને સાંતળો. ડુંગળી સહેજ આછી ગુલાબી થાય ત્યારે તેમાં ટામેટાં ઉમેરી તેને સાંતળો. ટામેટાં જ્યારે ઢી લા થાય ત્યારે ગેસ બંધ કરીને ઠંડુ થવા દો.

  3. 3

    હવે ડુંગળી અને ટામેટાનું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી છોલે મસાલો બનાવી લો. તેના માટે એક પેનમાં બધા સૂકા મસાલા થોડા શેકી લો અને તેને મિક્સરમાં વાટી લો. ટામેટાં અને ડુંગળી નું મિશ્રણ ઠંડુ થઈ જાય બાદ તેની પેસ્ટ બનાવી લો

  4. 4

    હવે એક પેનમાં થોડું તેલ લઇ તેમાં એક તમાલ પત્ર ઉમેરી તેમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરી તેમાં બનાવેલો છોલે મસાલા ઉમેરી ને ચડવા દો. બીજી તપેલીમાં અડધો કપ પાણી ઉકળવા મૂકી તેમાં ચા ઉમેરી તેને ઉકળવા દો. ચા ઉકળી જાય ત્યાર બાદ ગળી લો. ટામેટાં અને ડુંગળીના મિશ્રણમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં ચણા ઉમેરી લો. હવે એક કપ પાણી અથવા જેવી ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણે પાણી ઉમેરી દો.તેમાં હળદર, મરચું, ધાણા જીરું,સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ચડવા દો.

  5. 5

    હવે ચાનું પાણી પણ તેમાં ઉમેરી ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. લગભગ પાંચેક મિનિટ બાદ ગ્રેવી ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં કોથમીર ઉમેરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karishma Patel
Karishma Patel @kinjalpatel
પર
Gandhinagar

ટિપ્પણીઓ (2)

Similar Recipes