ચૂરમાના લાડુ(chrma ladu in Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#GCR આ લાડુ ગણેશજી ને સૌ થી પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામકરકરો ઘઉં નો લોટ
  2. 100 ગ્રામચણા નો લોટ
  3. 300 ગ્રામગોળ
  4. 300 ગ્રામઘી
  5. 50 ગ્રામતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટ મા ચણા નો લોટ ઉમેરી ઘી નું મોણ પાડી બરાબર મસડી ને મિક્સ કરો મોણ મુઠિયા વડી જાય એ રીતે પાડવું. ત્યાર બાદ થોડું ગરમ પાણી ઉમેરતા જાઓ અને કઠણ લોટ બાંધો.

  2. 2

    હવે બધા લોટ માંથી ફોટો મા બતાવ્યા પ્રમાણે કઠણ મુઠિયા વાળી તૈયાર કરી દો. ત્યાર બાદ એક કઢાઈમાં તેલ ગરમ કરો અને એમાં ધીમા તાપે ગુલાબી એવા મુઠિયા તડી લ્યો.

  3. 3

    મુઠિયા ઠંડા પડે એટલે ભાંગી નાખો અને ક્રશ કરી ઘઉં ચારવાની ચારણી થી ચાળી લ્યો. એમાં તલ મિક્સ કરી લો હવે કઢાઈમાં થોડું ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી પાયો કરી ચૂરામાં રેડી દો.બરાબર મિક્સ કરી લ્યો

  4. 4

    હવે બધું મિક્સ કરી હાથ મા લઈ નાના નાના ગોળ લાડુ બનાવી દો. અને ગણેશજી ને પ્રસાદ ધરાવી લ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes