ચુરમા લાડુ અને ઉકડી મોદક (Churma Ladoo Ukadi Modak Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#GCR
#Cookpadindia
#Cookpadgujarati
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથનાં રોજ મનાવવામાં આવે છે.આ શુભ દિવસે ગણેશજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે.આ તહેવાર 10 દિવસ મનાવવામાં આવે છે. જે અનંત ચતુર્થીનાં દિવસે પુર્ણ થાય છે.આ 10 દિવસ દરમ્યાન બાપાને અલગ અલગ પ્રકારની મિઠાઈ બનાવી પ્રસાદ રૂપે ચઢાવવામાં આવે છે. આજે મેં પણ અહીં ટ્રેડિશનલ ચુરમા લાડુ અને ઉકડી મોદક બનાવી ગણપતિ બાપાની થાળી તૈયાર કરી છે.
ચુરમા લાડુ અને ઉકડી મોદક સાથે ગણપતિ બાપાની થાળી(Traditionaldish)

ચુરમા લાડુ અને ઉકડી મોદક (Churma Ladoo Ukadi Modak Recipe In Gujarati)

#GCR
#Cookpadindia
#Cookpadgujarati
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથનાં રોજ મનાવવામાં આવે છે.આ શુભ દિવસે ગણેશજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે.આ તહેવાર 10 દિવસ મનાવવામાં આવે છે. જે અનંત ચતુર્થીનાં દિવસે પુર્ણ થાય છે.આ 10 દિવસ દરમ્યાન બાપાને અલગ અલગ પ્રકારની મિઠાઈ બનાવી પ્રસાદ રૂપે ચઢાવવામાં આવે છે. આજે મેં પણ અહીં ટ્રેડિશનલ ચુરમા લાડુ અને ઉકડી મોદક બનાવી ગણપતિ બાપાની થાળી તૈયાર કરી છે.
ચુરમા લાડુ અને ઉકડી મોદક સાથે ગણપતિ બાપાની થાળી(Traditionaldish)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1ક્લાક
  1. ચુરમાનાં લાડુ બનાવવાની સામગ્રી ⬇️
  2. 3 વાટકીઘહું નો ઝીણો અથવા કરકરો લોટ
  3. 1/4 વાટકીબારીક રવો
  4. 1/4 વાટકીનોર્મલ ગરમ ઘી
  5. 1/2 વાટકીનોર્મલ ગરમ પાણી
  6. 250 ગ્રામબારીક સમારેલ ગોળ
  7. 3-4ચમચા ઘી તળવા માટે
  8. 100 ગ્રામમિક્સ ડ્રાયફ્રુટસ (કાજુ,બદામ,અખરોટ,પિસ્તા,કિસમિસ)
  9. 2 ચમચીખસખસ
  10. 3 ચમચીઈલાયચી અને જાયફળ પાઉડર
  11. ઉકડી મોદક બનાવવા માટે સામગ્રી⬇️
  12. 1 વાટકીફ્રેશકોકોનટ છીણ
  13. 1 વાટકીબારીક સમારેલ ગોળ
  14. 1 વાટકી+3 ચમચી ચોખાનો લોટ
  15. 3 ગ્લાસઉકડ લાવા માટે ગરમ પાણી
  16. 2 ચમચીખસખસ
  17. 2 ચમચીકેસર ઈલાયચી સિરપ
  18. 1 ચમચીઘી
  19. 1કેળાનું પાન સ્ટિમ મોદક માટે

રાંધવાની સૂચનાઓ

1ક્લાક
  1. 1

    સૌ પ્રથમ ચુરમા લાડુ બનાવવા માટે સામગ્રી⬇️

  2. 2

    સૌ પ્રથમ એક પરાતમાં 3 વાટકી ઘહું નો ઝીણો અથવા કરકરો લોટ ચારી લેવો.
    ત્યાર બાદ તેમાં 1/4 વાટકી બારીક રવો અને 1/4 ચમચો નોર્મલ ઘી ગરમ કરી લોટમાં મિક્સ કરો અને નોર્મલ ગરમ પાણી થોડું થોડું નાંખી કઠણ ક્ણીક બાંધો.

  3. 3
  4. 4

    ત્યાર બાદ તેનાં મુઠીયાં બનાવી લેવાં. અને બીજી બાજુ એક પેન માં 3 મોટા ચમચા ઘી ગરમ થાય એટલે લો ફ્લેમ પર તળી લેવાં. આ પ્રોસેસ ને 15 મિનિટ સુધી તડવાલો ફ્લેમ પર. આમ કરવાથી મુઠીયાં અંદરથી કાચા નહી રહે.
    ઝડપી આંચ પર કરવાથી બેસ્ટ રિઝલ્ટ નહી મળે.

  5. 5

    હવે તળેલા મુઠીયાંને મિક્સરમાં બારીક ક્રશ કરી લેવાં. તેમાં ઘટકમાં બતાવેલ પ્રમાણે ઈલાયચી અને જાયફળ પાઉડર, બારીક લાંબી સમારેલ મિક્સ ડ્રાયફ્રુટસ મિક્સ કરી લડવાનું મિશ્રણ તૈયાર કરો.

  6. 6

    ગોળ નો પાયો-હવે આપણે એક પેનમાં જરુર મુજબ ઘી ગરમ કરી તેમાં બારીક સમારેલ ગોળ મેલ્ટ થાય અને ઘી ઉપર તરીને આવે ત્યારે ગેસ બંધ કરી દો. ગોડનો પાયો રેડી છે. તરત જ લાડવાનાં મિશ્રણમાં ગોળ નો પાયો મિક્સ કરો અને બધુ સરસ રીતે હલાવી લેવું.અને રાઉન્ડ શેપમાં લાડવા વાળી લેવાં અને ખસખસમાં લગાડી લેવાં. આ રીતે બધાં ચુરમાનાં લાડુ તૈયારકરી લેવાં.

  7. 7

    ચુરમા લાડુ બનીને રેડી થઇ ગયા છે.

  8. 8

    ઉકડી નાં મોદક બનાવવા માટે ⬇️
    સૌ પ્રથમ ઘટકમાં બતાવેલ પ્રમાણે ચોખાનો લોટ ચારી લેવો.
    હવે એક મોટા પેનમાં 1/2 ગ્લાસ પાણી ગરમ કરો.તેમાં ચપટી મીઠું અને 1 ચમચી ઘી મિક્સ કરી લો.1 થી 2 બોઈલ આવે એટલે ગૅસની ફ્લેમ સ્લો કરી દો. તેમાં ચોખાનો લોટ મિક્સ કરી ચમચા અથવા વેલણની મદદથી બધું બરાબર હલાવી લેવું અને પેનને ઉપરથી કવર કરો.1થી 2મિનિટ સુધી લોટ સિજ્વા દો. તરત જ ગૅસ બંધ કરી દો. લોટને પરાતમાં કાઢી લોટ થોડો રેસ્ટ આપો.

  9. 9

    સ્ટફીંગ બનાવવા માટે ⬇️
    હવે ફ્રેશ કોકોનટ છીણ ને સ્વસ્વચ્છ કરી મિક્સર બાઊલમાં બારીક ક્રશ કરો.(પાણી બિલકુલ નાંખવું નહી.)
    હવે એક પેનમાં 2ચમચી ઘી ગરમ થાય એટલે સ્લો ગૅસ પર કોકોનટ છીણ રોસ્ટ કરો. ત્યાર બાદ તેમાં કેસર,ઈલાયચી સિરપ, ઈલાયચી-જાયફળ પાઉડર, ડ્રાયફ્રુટsસ,મિક્સ કરી બધું બરોબર હલાવી 5 મિનિટ સુધી રોસ્ટ કરો.સ્ટફીંગ થીક થાય ત્યારે ગેસ બંધ કરી દો.
    1થી 2 મિનીટ સુધી ઠંડ થવા દો.

  10. 10

    ચોખાના લોટ ને રેસ્ટ આપ્યાં બાદ તેલ થી મસળી હાથથી વાટકી રાઉન્ડ શેપ આપી વચ્ચે સ્ટફીગ 1થી 2 ચમચી મૂકી બધી બાજુ કવર કરી પોટલી વાળી આંગળીની મદદથી ચપટી બધી બાજુએથી કરી લેવી.આ મુજબ બધાં મોદક તૈયાર કરો.

  11. 11

    સ્ટીમરમાં 3 નાના ગ્લાસ પાણી નાંખી ગરમ થાય એટલે સ્ટીમરની પ્લેટ પર કેળાનું પાન મૂકી તેનાં પર મોદક મૂકવા. ઉપરથી કવર કરી ફાસ્ટ ફ્લેમ પર મોદકને 1 થી 2 મિનીટ સુધી સ્ટિમ આપો. ગૅસ બંધ કરી દો.

  12. 12

    હવે આપણે રેડી કરેલ ચુરમા લાડુ અને ઉકડી મોદક ટ્રેડીશનલ ગણપતિ બાપાનો પ્રસાદ તૈયાર છે. મનભાવન ભોજન બનાવી ગણપતિ બાપાની થાળીનો ભોગ બાપને મૂકો.

  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes