સેવઉસળ(sev usal recipe in gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

સેવ ઉસળ ની રેસીપી એકદમ જલ્દી બની જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. એકવાર આ રેસીપી થી સેવ ઉસળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે વારંવાર બનાવીને ખાશો.
#સેવઉસળ

સેવઉસળ(sev usal recipe in gujarati)

સેવ ઉસળ ની રેસીપી એકદમ જલ્દી બની જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. એકવાર આ રેસીપી થી સેવ ઉસળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે વારંવાર બનાવીને ખાશો.
#સેવઉસળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૧ કપસફેદ વટાણા
  2. મોટુ બટાકું
  3. ૧ ચમચીસુકા ધાણા
  4. ૧/૪ કપગોળ
  5. ૧ ચમચીમરચું
  6. ૧ ચમચીધાણાજીરું
  7. ૧/૨ ચમચીહળદર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ચમચીસેવઉસળ મસાલો અથવા ગરમ મસાલો
  10. ૧/૨ ચમચીઅજમો
  11. ૧/૨લીંબુ
  12. ૧/૪ કપતેલ
  13. ચટણી માટે
  14. ૧૦-૧૨ કળી લસણ
  15. ૧ ચમચીલાલ મરચું
  16. ૧ ચમચીજીરું
  17. મીઠું
  18. કોથમીર
  19. મીઠાશ પ્રમાણે ગોળ
  20. સર્વીંગ માટે
  21. જીણી સેવ
  22. જીણા સમારેલી ડુંગળી અને ટામેટા
  23. કોથમીર
  24. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સફેદ વટાણા ને ૪ થી ૫ કલાક માટે પલાળી રાખો. હવે વટાણાને કુકરમાં બાફવા માટે મૂકો અને એમાં એક બટાકો છોલીને સમારી ને નાખો. હળદર, પાણી અને મીઠું ઉમેરીને ચારથી પાંચ સીટી માં બાફી લો.

  2. 2

    વટાણા બફાય ત્યાં સુધી લસણની ચટણી બનાવી દઈશુ. તેના માટે ૧૦થી ૧૨ કળી લસણ લઈશું જીરું, લાલ મરચું,ધાણાજીરુ,મીઠું અને કોથમીર ઉમેરીને થોડું પાણી ઉમેરીને લસણની ચટણી પીસી લો.

  3. 3

    સેવ ઉસળ ના મસાલા માટે એક ચમચી ધાણા ને અધકચરા વાટી લો અને એક બાઉલમાં ઉમેરો હવે એમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું અને સેવ ઉસળ નો મસાલો કે પછી ગરમ મસાલો અને ગોળ ઉમેરો હવે એમાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    વટાણા બરાબર બફાઈ ગયા છે હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં અજમા અને હિંગનો વઘાર કરો. પછી બનાવેલું મસાલાનું મિશ્રણ એમાં એડ કરી દો.

  5. 5

    આ મિશ્રણને બરાબર ઉકળવા દો. મુખડે ગયા પછી એમાં બાફેલા વટાણા ઉમેરી દો. હવે વટાણા ને પાવભાજી ના મેશર થી બરાબર મેશ કરી લો. જેથી એકદમ જાડી ગ્રેવી બની જશે.

  6. 6

    હવે એમાં અડધા લીંબુનો રસ ઉમેરો. એક મિનિટ માટે ઉકળવા દો. તો આપણો સેવ ઉસળ નો રગડો તૈયાર છે સર્વ કરવા માટે. તો આપણે એક સર્વિંગ બાઉલમાં સેવ ઉસળ રગડો ઉમેરીશું ઉપર લસણની ચટણી, જીણી સમારેલી ડુંગળી, ટામેટા, સેવ અને ઉપરથી કોથમીર ભભરાવીને સર્વ કરીશું.

  7. 7

    સેવ ઉસળ ને ગરમાગરમ સર્વ કરો ટેસ્ટી લાગે છે. ગોળ નું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ ઓછું કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

Similar Recipes