પીઝા (Pizza recipe in gujarati)

Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
Navsari, Gujarat

પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો.

પીઝા (Pizza recipe in gujarati)

પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. પીઝાના રોટલા
  2. 1બટર
  3. 1 કપછીણેલું મુઝરેલા ચીઝ
  4. 1 કપછીણેલું પ્રોસેસ ચીઝ
  5. ૨ ચમચીપીઝા સોસ
  6. ૧‌‌ ૧/૨ ચોરસ કાપેલા કેપ્સીકમ
  7. ૧/૨ ચોરસ કાપેલા કાંદો
  8. ૩ (૪ ચમચી)ઓરેગાનો
  9. ૨ ચમચીચીલી ફ્લેક્સ
  10. 1 ચમચીઘી
  11. 1 ચમચીઑલિવ‌્ઝ
  12. 1 ચમચીપીઝા સીઝનીંગ
  13. 1 ચમચીપનીરના ટુકડા
  14. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈમાં બટર મૂકી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ચપટી મીઠું (વધારે નહીં પડે એનું ધ્યાન રાખવું) નાખી કેપ્સીકમ અને કાંદાને ૫ - ૭ મિનીટ માટે સાંતળી લો.

  2. 2

    એક પેનમાં ઘી મૂકી રોટલાને બેઉ બાજુ સારી રીતે શેકી લો.

  3. 3

    એક ડીશમાં રોટલો મૂકી સૌપ્રથમ બટર લગાવો, ત્યારબાદ પીઝા સોસ લગાવો, તૈયાર કરેલું કાંદા કેપ્સિકમ મૂકી, છીણેલું પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, ઑલિવ‌્ઝ, પનીર ના ટુકડા, પીઝા સીઝનીંગ મૂકી તૈયાર કરી લો. એક પેનમાં ઘી અથવા બટર મૂકી તૈયાર કરેલ પીઝા ને ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો અને જોઈએ એવો ક્રિસ્પી કરી લો.

  4. 4

    જોઈએ એવા ત્રિકોણ પીસ કરી, ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
પર
Navsari, Gujarat
I |_0\/€ ¢ooking
વધુ વાંચો

Similar Recipes