કોકોનટ આઈસ્ક્રીમ(Coconut Ice cream recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

#cookpadindia #cookpadgujarati

ખુબ જ ઓછી સાકરની આઈસ્ક્રીમ... નારિયેળના નેચરલ ટેસ્ટ સાથે... ડાયાબિટીક લોકો પણ આરોગી શકે તેવી નેચરલ કોકોનટ આઈસ્ક્રીમ....

કોકોનટ આઈસ્ક્રીમ(Coconut Ice cream recipe in Gujarati)

#cookpadindia #cookpadgujarati

ખુબ જ ઓછી સાકરની આઈસ્ક્રીમ... નારિયેળના નેચરલ ટેસ્ટ સાથે... ડાયાબિટીક લોકો પણ આરોગી શકે તેવી નેચરલ કોકોનટ આઈસ્ક્રીમ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 મિલી દૂધ
  2. 250 મિલી નારિયેળનું દૂધ
  3. 2 ચમચીકોર્નફલોર
  4. 1/2 કપ નારિયેળનું છીણ
  5. 1/4 કપઉપર 1 ચમચી સાકર
  6. 1 કપમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નારિયેળના દૂધમાંથી પા કપ અલગ કરી તેમાં 1 ચમચી કોર્નફલોર ઉમેરી હલાવો.

  2. 2

    બાકીના નારિયેળના દૂધને હુંફાળું ગરમ કરી તેમાં આ દૂધ ઉમેરવું.

  3. 3

    સતત હલાવતાને દૂધ ઘટ્ટ થવા લાગશે. મલાઈ જેવું ઘટ્ટ થાય કે ગેસ બંધ કરી, ઉતારી હલાવવું. ઠંડું કરવું.

  4. 4

    દૂધમાંથી પા કપ અલગ કરી તેમાં 1 ચમચી કોર્નફલોર બરાબર ઓગળો.

  5. 5

    પેનમાં બાકીના દૂધમાં ઉભરો આવે કે સાકર નાખો અને ઓગાળો.

  6. 6

    હવે કપમાંનું દૂધ તેમાં ઉમેરી સતત હલાવો. અને ઘટ્ટ થાય કે ગેસ બંધ કરી ઠંડું કરો.

  7. 7

    નારિયેળ અને સાદા દૂધના મિશ્રણને મિક્સરમાં નાખો, મલાઈ ઉમેરો અને ચર્ન કરો.

  8. 8

    ડબ્બામાં ભરી ફ્રિઝરમાં 3-4 કલાક માટે સેટ કરો.

  9. 9

    ફરી બહાર કાઢી નારિયેળનું છીણ ભભરાવી,ચર્ન કરો અને ડબ્બામાં ભરી ફ્રિઝરમાં 10-12 કલાક માટે સેટ કરો. આઈસ્ક્રીમ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes