પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#APR
#cookpadindia
#cookpadgujarati
મારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે .

પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)

#APR
#cookpadindia
#cookpadgujarati
મારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 સર્વિંગ્સ
  1. 5 નંગનાગરવેલ ના પાન
  2. 2 ચમચીવરિયાળી
  3. 2 ચમચીગુલકંદ
  4. 2 ચમચીસૂકા કોપરા નું ખમણ
  5. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  6. 2 ચમચીકાજુ
  7. 1 ચમચીબદામ
  8. 2 કપફ્રેશ ક્રીમ અથવા તાજી મલાઈ (ઘરની)
  9. 1/2 કપમિલ્ક પાઉડર
  10. 3 ચમચીખાંડ અથવા સાકર
  11. 1 ચપટીગ્રીન ફૂડ કલર
  12. ગાર્નિશ માટે -1 ચમચી ટુટી ફ્રુટી,ચેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાન ને ધોઈ તેની દાંડી કાઢી ટુકડા કરી લેવા.મિક્સર જાર માં પાન,વરિયાળી,ગુલકંદ,કોપરા નું ખમણ અને ઇલાયચી તથા કાજુ બદામ લઈ પેસ્ટ કરી લેવી.જરૂર લાગે તો 2 ટુકડા બરફ ના ઉમેરવા જેથી લીલો કલર જળવાઈ રહેશે અને બારીક પેસ્ટ થશે.

  2. 2

    હવે આ પેસ્ટ સાથે ક્રીમ,મિલ્ક પાઉડર અને ખાંડ ઉમેરી ફરી થી 2-3 વાર ગ્રાઇન્ડ કરી લેવું.

  3. 3

    આ મિશ્રણ ને એર ટાઇટ ડબ્બા માં લઇ તેના પર ટૂટી ફ્રુટી ઉમેરી દેવી.પછી ફૉઇલ પેપર રાખી ઢાંકણ બંધ કરી ડીપ ફ્રીઝ માં 7 થી 8 કલાક રાખી દેવું.

  4. 4

    આ રીતે તૈયાર છે પાન આઈસ્ક્રીમ.સર્વ કરવા સમયે મનગમતી રીતે ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes