દહીં પનીર પરોઠા (curd Paneer Paratha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીંને એક કપડામાં લઈ જ કલાક બાંધી વધુ જ પાણી નીતારવા મૂકી દો.
- 2
હવે ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું અને તેલ ઉમેરી રોટલી જેવો લોટ બાંધો.
- 3
ત્યારબાદ બટેટા બાફી લો.
- 4
હવે પૂરણ બનાવવા માટે એક થાળીમાં બાંધેલું દહીં, છીણેલું પનીર અને બાફેલા બટેટાને ક્રશ કરીને તૈયાર કરો.
- 5
ત્યારબાદ તેમાં બધાં જ મસાલા એડ કરી પૂરણ તૈયાર કરો.
- 6
હવે પરોઠા માટે એક બોલ જેવું લુવો લો. તેને ઘઉંનાં લોટમાં રગદોળો.
- 7
હવે તેમાં દહીં પનીરનું મિશ્રણ લઇ મૂકો.
- 8
ત્યારબાદ તેને સરસ રીતે બંધ કરી દો.અને તેના પરોઠા વણી લો.
- 9
હવે પરોઠાને લોઢી પર લઇ પહેલા ધીમાં અને ત્યારબાદ મધ્યમ તાપે શેકી લો.
- 10
સરસ રીતે ફૂલશે. ખૂબ જ સરસ બને છે અને હળદરપણ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13651908
















ટિપ્પણીઓ (2)