વડાપાઉં(vada pav recipe in gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 લોકો માટે
  1. બટેટા વડા બનાવવા માટે
  2. 3બટેટા બાફી ને સ્મેસ કરેલા
  3. ટુકડોઆદુ નો
  4. 7જેટલી લસણની કળી
  5. 3મરચા
  6. મીઠું
  7. ચપટીમરી પાઉડર
  8. 2 ચમચીતેલ
  9. 1/2ચમચી રાઇ
  10. 1/2ચમચી જીરુ
  11. મીઠાં લીમડાના પાન ચાર પાંચ
  12. ધાણાભાજી
  13. 1 ચમચીલીંબુનો રસ ચપટી હળદર
  14. બેટર બનાવવા માટે
  15. 1 કપબેસન
  16. 2 ચમચીચોખાનો લોટ
  17. ચપટીઅજમો
  18. ચપટીમીઠું
  19. ચપટીહળદર
  20. ચપટીમીઠા સોડા
  21. જરુર મુજબ પાણી
  22. તળવા માટે તેલ
  23. 6 નંગપાઉં મોટા
  24. લસણની સુકી ચટણી માટે
  25. 8દસ કરી લસણ
  26. બે ચમચી શિંગદાણા
  27. 1 ચમચીતલ
  28. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  29. ચપટીજીરું
  30. ચપટીમીઠું
  31. લીલી ચટણી
  32. ખજુર આમલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પેનમાં તેલ મુકી તેમા રાઈ મુકો, જીરું એડ કરો રાઈ જીરું ફુટે પછી ચપટી હિંગ મુકિ,આદુ,મરચા,લસણ ની ક્રશ કરેલી પેસ્ટ ઉમેરો.

  2. 2

    મસાલો બરાબર સોતે થઇ જાય પછી તેમા બટેટા નો માવો ઉમેરો, મીઠું, મરી પાઉડર, હળદર લીંબુનો રસ ઉમેરી બધું મીક્ષ કરી લો. નીચે ઉતારી ને ઠંડુ પડે એટલે બટેટા વડા બનાવવા માટે પળા વારીલો.

  3. 3

    લસણની સુકી ચટણી બનાવવા માટે, મીક્ષી જારમા લસણ,સિંગદાણા, તલ,જીરું, મરચું પાઉડર, મીઠું નાખી કરકરુ પીસી લો ચટણી તૈયાર

  4. 4

    લીલી ચટણી બનાવવા માટે મીક્ષી જારમા ડાંડી સહીત ધાણાભાજી, સિંગદાણા, મરચા,આદુ,મીઠું, ખાંડ,ચપટી હળદર,જીરું, લીંબુ નો રસ આઇસ કયુબ નાખી પીસી લો.

  5. 5

    બેટર બનાવવા માટે. બેસનમા ચોખાનો લોટ,મીઠું, હળદર,સોડા,અજમો,જરુર મુજબ પાણી લઇ ઘટ એવું બેટર બનાવી લો. ને બટેટા વડા ઉતારી લો.

  6. 6

    પાઉં ને વચ્ચે થી કાપો લગાવી બટર થી સેકી લો. આપણાં વડા, ચટણી, પાઉં, મરચા બધું તૈયાર છે. હવે વડાં પાઉં બનાવીએ.

  7. 7

    પાઉં મા ગ્રીન ચટણી, ખજુર આમલીની ચટણી, ને લસણની સુકી ચટણી લગાવો.વચ્ચે બટેટુ વડું મુકો. ને પ્લેટમાં મરચા અને ચટણી સાથે સવ કરો.

  8. 8

    તો તૈયાર છે આપણાં મુંબઈ ના પ્રખ્યાત વડાં પાઉં. ટેસ્ટી ટેસ્ટી. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
પર

Similar Recipes