બાસ્કેટ ચાટ(Basket Chaat Recipe in Gujarati)

Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1ડુંગળી
  2. 1બાફેલા બટાકા
  3. 1ટામેટુ
  4. ઝીણા સમારેલા લીલા ધાણા
  5. 1 કપઝીણી સેવ
  6. 1 કપમસાલા ચણા દાલ
  7. 1 કપવઘારેલા મમરા
  8. 8-10 નંગબાસ્કેટ
  9. ચપટીચાટ મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ગ્રીન ચટણી
  12. ખજૂર આમલીની ચટણી
  13. 1/2 કપદાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી ને ઝીણા સમારેલા લો.ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો.

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં મમરા,ઝીણી સેવ અને મસાલા ચણાદાળ મિક્સ કરો.

  3. 3

    તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા બટાકા,ડુંગળી, દાડમના દાણા અને ટામેટું ઉમેરો.

  4. 4

    ત્યારબાદ ચાટ મસાલો, મીઠું અને ગ્રીન ચટણી ઉમેરો.

  5. 5

    સર્વિંગ ડીશમાં બાસ્કેટ ને ગોઠવો અને તેમ આમ બનાવેલ મિશ્રણને ચમચીની મદદથી મૂકો.

  6. 6

    હવે તેની ઉપર ખજૂર આમલીની ચટણી અને ઝીણી સેવ મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery
પર

Similar Recipes