ઓટ્સ આમન્ડ કૂકીસ (Oats Almond Cookies Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

ઓટ્સ એટલે ડાયેટ ફૂડ એવો સામાન્ય ખ્યાલ છે. એ સાચું પણ છે એ સ્વાસ્થ્ય માટે સારું છે વળી કૅલરી પણ ઓછી. ઓટ્સ થી પેટ પણ જલ્દી ભરાય અને સારા પ્રમાણ માં ફાઇબર્સ મળે છે. વળી ઘણી રેસિપિસ એનો ઉપયોગ કરી બનાવી શકાય છે. મેં આજે ઓટ્સ ના કૂકીસ બનાવ્યા છે. #GA4  #Week7 

ઓટ્સ આમન્ડ કૂકીસ (Oats Almond Cookies Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ઓટ્સ એટલે ડાયેટ ફૂડ એવો સામાન્ય ખ્યાલ છે. એ સાચું પણ છે એ સ્વાસ્થ્ય માટે સારું છે વળી કૅલરી પણ ઓછી. ઓટ્સ થી પેટ પણ જલ્દી ભરાય અને સારા પ્રમાણ માં ફાઇબર્સ મળે છે. વળી ઘણી રેસિપિસ એનો ઉપયોગ કરી બનાવી શકાય છે. મેં આજે ઓટ્સ ના કૂકીસ બનાવ્યા છે. #GA4  #Week7 

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35મિનિટ્સ
13કૂકીસ
  1. 3/4 કપઘઉં નો લોટ
  2. 1/4 કપઓટ્સ
  3. 1/4 કપદળેલી ખાંડ
  4. 3 ટેબલ સ્પૂનઘી
  5. 5 નંગબદામ
  6. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

35મિનિટ્સ
  1. 1

    એક વાસણ માં ઘી અને ખાંડ મિક્સ કરી ફીણી લો. સ્મૂથ થાય ત્યાં સુધી ફીણો.

  2. 2

    હવે લોટ અને ઓટ્સ આ મિશ્રણ માં ઉમેરો. બદામ ને સમારી ને ઉમેરો સાથે બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા પણ ઉમેરો. બધું ભેગું કરી કણક તૈયાર કરો.

  3. 3

    હવે પાટલા પર થોડો કોરો લોટ સ્પ્રેડ કરી કણક ને હાથ થી થેપી રોટલો બનાવી લો. કુકી મોલ્ડ થી શેપ માં કટ કરી લો.

  4. 4

    એક પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી એમાં કટ કરેલી કૂકીસ ગોઠવો બદામ ની કતરણ થી ગાર્નિશ કરી પ્રેહીટેડ ઓવન માં 180c પર 25 મિનિટ બૅક કરો.

  5. 5

    કૂકીસ ઠંડા થાય એટલે સર્વ કરો. બીજા કૂકીસ ને એરટાઈટ ડબ્બા માં સ્ટોર કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ કૂકીસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

Similar Recipes