મખાના ઓટ્સ જેગ્રી કૂકીઝ (Makhana Oats Cookies Recipe in Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

મખાના ઓટ્સ જેગ્રી કૂકીઝ (Makhana Oats Cookies Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧ કપમેંદો
  3. ૧ કપમખાના ક્રશ કરેલા
  4. ૧ કપઓટ્સ
  5. ૧ કપગોળ
  6. ૧/૨ કપદૂધ
  7. ૨-૩ ચમચી માખણ
  8. ૧/૨ કપઘી
  9. કાજુ બદામની કટકા
  10. ૧ ટી સ્પૂનબેકિંગ સોડા
  11. ૧.૧/૨ ટી સ્પૂન બેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ માખણ ને લઈ ને તેને બરાબર હલાવી ને ક્રીમ જેવું બનાવી લેવું.

  2. 2

    હવે ઘઉં નો લોટ,મેંદો, મખાના,ઓટ્સ,ગોળ,સોડા,બેકિંગ પાઉડર, ડ્રાય ફ્રૂટ,ઘી,માખણ બધું એક વાસણ માં લઇ બરાબર મિક્સ કરી દેવું.ગોળ મિક્સ થઈ જાય ત્યાં સુધી મસળી ને મિક્સ કરી દેવું.

  3. 3

    હવે થોડું થોડું દૂધ નાખી ને લોટ બાંધી દેવો.અને તેના આ રીતે ગુલ્લા કરી ગોળ આકારમાં બેકિંગ ડીશ માં ગોઠવી દેવા.

  4. 4

    હવે માઇક્રોવેવ ને પ્રિ હિટ માટે મૂકી ૧૮૦ ડિગ્રી પર ૧૫-૧૭ મિનિટ માટે બેક કરવા મૂકી દેવા.એકાદવાર ચેક કરી દેવું.થઈ જાય એટલે ઠંડા થવા દેવા.ઠંડા થાય પછી સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes