ઓટ્સ-બનાના પેનકેક્સ (oats-banana pancake recipe in gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

પેનકેક બાળકોને બહુ જ પસંદ હોય છે. મારા દિકરાને પણ ભાવે છે. પણ બાળકોને આપવાનું હોય તો હેલ્થ માટે સારૂં હોય એ પણ જરુરી છે. મેંદાની જગ્યાએ ઘઉંની પેનકેક તો સારી બને જ છે. સાથે મેં અહીં અડધા ઓટ્સ અને કેળું ઉમેરી એને વધુ હેલ્થી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એકલા ઓટ્સથી પેનકેક વધારે પોચી બની શકે છે, તો લોટ સાથે મિક્સ કરવાથી સારું રિઝલ્ટ મળે છે. પેનકેક માં કેળાનું કોમ્બીનેશન આમપણ ખૂબ પ્રખ્યાત છે, અને સાચે સ્વાદ સારો લાગે છે. સાથે થોડા ઓટ્સ ઉમેરીએ તો ખ્યાલ પણ નથી આવતો કે અંદર ઓટ્સ છે. તો જે બાળકોને ગળ્યું અને પેનકેક પસંદ હોય એ ખાસ ટ્રાય કરી જોજો.

#સુપરશેફ2
#પોસ્ટ૪
#ફ્લોર્સકેલોટ
#માઇઇબુક
#પોસ્ટ24

ઓટ્સ-બનાના પેનકેક્સ (oats-banana pancake recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

પેનકેક બાળકોને બહુ જ પસંદ હોય છે. મારા દિકરાને પણ ભાવે છે. પણ બાળકોને આપવાનું હોય તો હેલ્થ માટે સારૂં હોય એ પણ જરુરી છે. મેંદાની જગ્યાએ ઘઉંની પેનકેક તો સારી બને જ છે. સાથે મેં અહીં અડધા ઓટ્સ અને કેળું ઉમેરી એને વધુ હેલ્થી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એકલા ઓટ્સથી પેનકેક વધારે પોચી બની શકે છે, તો લોટ સાથે મિક્સ કરવાથી સારું રિઝલ્ટ મળે છે. પેનકેક માં કેળાનું કોમ્બીનેશન આમપણ ખૂબ પ્રખ્યાત છે, અને સાચે સ્વાદ સારો લાગે છે. સાથે થોડા ઓટ્સ ઉમેરીએ તો ખ્યાલ પણ નથી આવતો કે અંદર ઓટ્સ છે. તો જે બાળકોને ગળ્યું અને પેનકેક પસંદ હોય એ ખાસ ટ્રાય કરી જોજો.

#સુપરશેફ2
#પોસ્ટ૪
#ફ્લોર્સકેલોટ
#માઇઇબુક
#પોસ્ટ24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧૨ થી ૧૫ નંગ નાની પેનકેક્સ
  1. ૧/૨ કપઇન્સ્ટન્ટ ઓટ્સ
  2. ૧/૨ કપઘઉંનો લોટ
  3. નાના કે ૧ મોટું પાકું કેળું
  4. ૨ ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  5. ૧/૪ ટી સ્પૂનમીઠું
  6. ૧/૨ ટી સ્પૂનઇલાયચી પાઉડર
  7. ૧+૧/૨ ટી ચમચી બેકિંગ પાઉડર
  8. ૧/૨ ટી સ્પૂનવેનીલા એક્સટ્રેક્ટ
  9. ૧ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    દૂધમાં કેળું અને વેનીલા એક્સટ્રેક્ટ ઉમેરી બ્લેન્ડરથી ક્રશ કરી લો.

  2. 2

    ઓટ્સ ને થોડા શેકી મિક્સરમાં વાટીને પાઉડર બનાવો. આ પાવડરમાં ઘઉંનો લોટ, મીઠું, દળેલી ખાંડ, ઇલાયચી પાઉડર, બેકિંગ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    કોરા મિશ્રણ ને દૂધવાળા મિશ્રણ માં ઉમેરી મિક્સ કરી ખીરું બનાવો. ભજિયાં કે ઉત્તપમનું હોય એવું બનાવવું. આ મિશ્રણ માંથી નોનસ્ટીક પેનમાં નાની પેનકેક ઉતારો. ગરમ પેનકેક પર મધ, ચોકલેટ સોસ કે તમારી પસંદગી નો ફ્રૂટ સીરપ પાથરી સર્વ કરો.

  4. 4

    નોંધ: કેળા અને ઇલાયચી નો પેનકેક માં સરસ ટેસ્ટ આવશે તો વેનીલા એસેન્સ ના ઉમેરો તો ચાલે. અને ઉમેરો તો એની સાથે પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes