પોટેટો વેજીસ્(potato wedges recipe in Gujarati)

પોટેટો વેજીસ્(potato wedges recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને બે વખત સરખાં પાણી થી ધોઈ સાફ કરવા. તેને ઊભાં છાલ સહિત વેજીસ્ ની જેમ કટ કરી પાણી માં રાખો.જેથી સ્ટાર્ચ નીકળી જાય.ગેસ પર પેનમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં મીઠું નાખી પાણી ઉકળે એટલે વેજીસ્ ઉમેરો.એકદમ સોફટ ન થાય તેવાં બાફી લો.
- 2
(જો બટેટું મોટુ હોય તો 8 અને નાનું હોય તો 6 વેજીસ્ બનશે)... ગરણામાં કાઢી પાણી નિતારવુ.એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું, ઓરેગાનો, ચિલી ફલેકસ, કોથમીર,આદું-લસણની પેસ્ટ નાખી મિક્સ કરો..
- 3
તેમાં પાણી નાખી સ્લરી બનાવી લો.હવે નિતારેલા પોટેટો વેજીઝમાં 2-3 ચમચી કોર્નફ્લોર નાખી ઉછાળો એટલે ચારેય તરફ કોટ થઈ જશે.
- 4
તવામાં તેલ ગરમ કરો. તેમાં વેજીસ્ ને સ્લરી માં ડીપ કરી તળી લો. એકદમ ગોલ્ડન બ્રાઉન તળવાની નથી. કારણ કે, ડબલ તળવાની છે.
- 5
ઠંડી થાય પછી ફ્રીઝરના ડબ્બામાં કોર્નફ્લોર છાંટીને હાફ કૂક વેજીસ્ મૂકી દો. જ્યારે જરૂર પડે તે મુજબ ફ્રીઝરમાંથી બહાર કાઢી ફાસ્ટ તાપે તળવી. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફટ થશે.
- 6
18°c અથવા તેનાથી નીચે તાપમાન પર દોઢ વર્ષ સુધી ફ્રીઝરમાં રાખી શકાય છે. જરૂર મુજબનું બહાર કાઢવું..એકવખત બહાર કાઢ્યા પછી ફરી ફ્રીઝરમાં ન મૂકવું. મેયોનીઝ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (9)