દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#CB1
#week1
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
થોડી સામગ્રીથી કુકર માં ઝટપટ બની જતી આ રેસિપી ગુજરાતીઓ ની પ્રિય રેસીપી છે તે ગુજરાતી લોકોના દરેકના ઘરમાં માં બનતી જોવા મળે છે .

દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati)

#CB1
#week1
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
થોડી સામગ્રીથી કુકર માં ઝટપટ બની જતી આ રેસિપી ગુજરાતીઓ ની પ્રિય રેસીપી છે તે ગુજરાતી લોકોના દરેકના ઘરમાં માં બનતી જોવા મળે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧/૨ વાટકીતુવેરની દાળ
  2. ૩ ચમચીશીંગદાણા
  3. 1 વાટકીઘઉંનો લોટ
  4. ૨ ચમચીચણાનો લોટ
  5. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧/૨ ટી સ્પૂનધાણાજીરું પાઉડર
  9. ૧/૪ ટી સ્પૂનમેથીદાણા
  10. ૧/૨ ટીસ્પૂનજીરુ
  11. ૧/૨ ટી સ્પૂનરાઈ
  12. ચપટીહિંગ
  13. 2 ચમચીતેલ વઘાર માટે
  14. 2 ચમચીગોળ
  15. 1 ચમચીલીંબુ નો રસ
  16. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને પાણીમાં પલાળી કુકરમા હળદર અને મીઠું નાખી ત્રણથી ચાર સીટી વગાડી બાફો. ત્યારબાદ તેને બ્લેન્ડર વડે ક્રશ કરો.

  2. 2

    ઘઉંના લોટમાં ચણાનો લોટ ઉમેરી તેમાં મીઠું, મરચું,ધાણાજીરું, હળદર તેલનું મોણ નાખીને કણક બાંધો.

  3. 3

    ત્યારબાદ પાતળી રોટલી જેવા વણી લો. ત્યારબાદ તેના પીસ કરો.

  4. 4

    બીજી બાજુ દાળમાં શીંગદાણા અને ઉપર જણાવેલ મસાલો કરી રાઈ, જીરા,મેથી, અને હિંગનો વઘાર કરો.

  5. 5

    આ વઘારને તૈયાર કરેલ દાળમાં ઉમેરી ઉપર થી બનાવેલી ઢોકળી ઉમેરી કુકર બંધ કરી બે સીટી વગાડો.

  6. 6

    કુકર માંથી વરાળ ઉડે એટલે ગરમાગરમ કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes