કેબેજ ચણાદાળ કબાબ (Cabbage chanadal kebab recipe in Gujarati)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#GA4
#Week14
કોબી અને ચણા દાળ માંથી બનાવેલ આ કબાબ ખૂબ જ સરસ લાગે છે.સુપ સાથે સર્વ કરી શકો છો.

કેબેજ ચણાદાળ કબાબ (Cabbage chanadal kebab recipe in Gujarati)

#GA4
#Week14
કોબી અને ચણા દાળ માંથી બનાવેલ આ કબાબ ખૂબ જ સરસ લાગે છે.સુપ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧ (૧/૨ વાટકી)ચણાની દાળ
  2. ૧ વાટકીઝીણી સમારેલી કોબીજ
  3. ઝીણી સમારેલી ડુંગળી
  4. ૩ ચમચીઝીણી સમારેલી કોથમીર
  5. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  6. ૧/૨ ચમચીલસણની પેસ્ટ
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧ ચમચીધાણાજીરૂ
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૪ ચમચીચોખા નો લોટ
  11. ૧ ચમચીઆમચૂર પાઉડર
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  14. ઝીણું સમારેલું મરચું
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણા દાળ ને ધોઈ ૬-૭ કલાક સુધી પલાળી રાખો.પછી પાણી કાઢી મિક્સર માં પીસી લો.થોડી ચણા દાળ બાજુ માં રાખી દો.

  2. 2

    હવે એક બાઉલમાં વાટેલી દાળ,આખી પલાળીને રાખેલી દાળ, ઝીણું સમારેલું લીલું મરચું, ડુંગળી અને લીલાં ધાણા નાખો.કોબીજ ને ઝીણી સમારી લો અને તેમાં ઉમેરો.

  3. 3

    હવે ઉપર જણાવેલ બધા સુકાં મસાલા, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ, મીઠું અને આમચૂર પાઉડર નાખી બરાબર મિક્સ કરો.ચોખા નો લોટ નાખી બરાબર હલાવી લો.

  4. 4

    તળવા માટે તેલ ગરમ કરો.મિશ્રણ માથી કબાબ બનાવી લો.ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.

  5. 5

    પેપર નેપકીન પર કાઢી લો.ગરમ ગરમ ચટણી અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

Similar Recipes