મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

#MW3
મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે .

મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)

#MW3
મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2-3 કલાક
9 સર્વિંગ્સ
  1. ▶️મેથી નાં ગોટા બનાવવા માટે
  2. 2+1/2 કપ ચણા નો લોટ
  3. 2 કપમેથી (1/2 ઝૂડી)
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1 ચમચીહળદર
  6. 1લીલું મરચું
  7. 1લીંબુ નો રસ
  8. 1 ચમચીખાંડ
  9. 1/2બેકિંગ સોડા
  10. તેલ ફ્રાય કરવા
  11. ▶️પાલક નાં ગોટા બનાવવા માટે
  12. 1ઝૂડી પાલક
  13. 2 કપચણા નો લોટ
  14. 1લીલું મરચું
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. 1 ચમચીહળદર
  17. 1/2 ચમચીબેકિંગ સોડા
  18. તેલ ફ્રાય કરવા માટે
  19. ▶️મકાઈ નાં ભજીયા માટે
  20. 1મકાઈ બાફેલી
  21. 3 ચમચીચણા નો લોટ
  22. 2 ચમચીસુજી
  23. મીઠું સ્વાદ પ્રમાણે
  24. 1કાંદો ઝીણો કટ કરેલો
  25. 1 ચમચીલીંબુ નો રસ
  26. 1 ચમચીખાંડ
  27. 1લીલું મરચું
  28. ▶️વાટી દાળ નાં ભજીયા માટે
  29. 1 કપચણા ની દાલ
  30. 1/2 કપમગ ની મોગર દાલ
  31. 3-4 ચમચીચણા નો લોટ
  32. 2 ચમચીસુજી
  33. 1લીલું મરચું
  34. 1કાંદો ઝીણો કટ કરેલો
  35. 1 ચમચીઆખા ધાણા
  36. 1 ચમચીજીરું
  37. 1 ચમચીલાલ મરચું પાઉડર
  38. મીઠું સ્વાદ પ્રમાણે
  39. 1 ચમચીલીંબુ નો રસ
  40. 1 ચમચીખાંડ
  41. ▶️કાંદા ભજીયા માટે
  42. 3મીડીયમ કાંદા સ્લાઈસ કરેલા
  43. 1/2 કપચણા નો લોટ
  44. મીઠું સ્વાદ પ્રમાણે
  45. 1 ચમચીલાલ મરચું પાઉડર
  46. 1 ચમચીધાણાજીરું
  47. 1/2 ચમચીહળદર
  48. 1 ચમચીલસણ ની ચટણી
  49. 1ચમચો કોથમીર
  50. ➡️ ચણા નાં લોટ નાં ખીરા માટે
  51. 4 કપચણા નો લોટ
  52. 1 ચમચીહળદર
  53. મીઠું સ્વાદ પ્રમાણે
  54. ચપટીબેકિંગ સોડા
  55. ▶️ટામેટાં નાં ભજીયા માટે
  56. 1મોટું ટામેટુ ગોળ સ્લાઈસ કરેલું
  57. ચટણી માટે
  58. 1 કપકોથમીર,ફૂદીનો
  59. 1લીલું મરચું
  60. 1/2લીંબુ નો રસ
  61. 1 ચમચીખાંડ
  62. 1ચમચો મોળા ગાંઠિયા
  63. મીઠું સ્વાદ પ્રમાણે
  64. 2 ચમચીતેલ
  65. ચણા નાં લોટ નું ખીરું
  66. ▶️બટેટા ની પત્રી નાં ભજીયા માટે
  67. 2બટેટા પાતળી સ્લાઈસ કરેલા
  68. ચણા નાં લોટ નું ખીરું
  69. ▶️પનીર નાં ભજીયા માટે
  70. 100ગ્રામ પનીર
  71. ચણા નાં લોટ નું ખીરું
  72. ▶️લસણીયા બટાકા નાં ભજીયા માટે
  73. 10-12બટાટી બાફેલી(કૂકર ની 1 સીટી વગાડી બાફી લેવી)
  74. 3-4 ચમચીલસણ ની ચટણી
  75. ચણા નાં લોટ નું ખીરું
  76. ▶️ મરચા નાં ભજીયા બનાવવા માટે
  77. 5-6લીલાં મોટા મરચા
  78. 1ચમચો તીખું ચવાણુ
  79. 4મીઠાં બિસ્કિટ
  80. 2નાનાં બાફેલા બટાકા
  81. 1/2 ચમચીમીઠું
  82. 1 ચમચીલીંબુ નો રસ
  83. 1 ચમચીખાંડ
  84. ચણા નાં લોટ નું ખીરું
  85. ▶️ બટેટા વડા બનાવવા માટે
  86. 4મીડીયમ બટાકા બાફેલા
  87. વઘાર માટે
  88. 4 ચમચીતેલ
  89. 1 ચમચીજીરું
  90. 1/2 ચમચીરાઇ
  91. 1 ચમચીઆખા ધાણા
  92. 1લીલું મરચું ઝીણું કટ કરેલું
  93. મીઠું સ્વાદ પ્રમાણે
  94. 1/2 ચમચીહળદર
  95. 1લીંબુ નો રસ
  96. 1 ચમચીખાંડ
  97. 4-5કાજુ નાં ઝીણાં ટુકડા
  98. 10-12કિશમિષ
  99. ▶️ પાલક નાં ભજીયા માટે
  100. 5-6પાલક નાં પાન
  101. ચણા નાં લોટ નું ખીરું

રાંધવાની સૂચનાઓ

2-3 કલાક
  1. 1

    મેથી નાં ગોટા બનાવવા માટે એક બોલ માં કટ કરેલી મેથી એડ કરી બેકિંગ સોડા સિવાય બધી જ સામગ્રી એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી ઘટ્ટ ખીરુ બનાવી લો.

  2. 2

    હવે બેકિંગ સોડા એડ કરી સરખું મિક્સ કરી ગરમ તેલ માં તેનાં ગોટા ને ફ્રાય કરી લો.(મેં અહિં ખીરા બધાં રેડી કરીને રાખ્યા હતાં તો જ્યારે ગોટા બનાવવા હોઇ ત્યારે સોડા એડ કર્યા)

  3. 3

    પાલક નાં ગોટા બનાવવા માટે એક બોલ માં કટ કરેલી પાલક ને બધી સામગ્રી એડ કરી પાણી જરુર મુજબ એડ કરી ઘટ્ટ ખીરું બનાવી લો.છેલ્લે તેમાં સોડા એડ કરી સરખું મિક્સ કરી ગરમ તેલ માં ગોટા ને ફ્રાય કરી લો.

  4. 4

    મકાઈ નાં ભજીયા બનાવવા માટે 1 ચમચો બાફેલી મકાઈ નાં દાણા ને ક્રશ કરી લો.હવે એક બોલ માં મકાઈ નાં દાણા,કાંદા,ક્રશ કરેલી મકાઈ,ચણા નો લોટ,સુજી એડ કરી બધાં મસાલા એડ કરી 1/2 કપ પાણી એડ કરી એકદમ ઘટ્ટ ખીરું બનાવી લો.

  5. 5

    તેને ગરમ તેલ માં ફ્રાય કરી ભજીયા બનાવી લો.

  6. 6

    વાટી દાળ નાં ભજીયા બનાવવા માટે બનેં દાલ ને 4-5 કલાક માટે પલાળી લો.હવે તેને મિક્સર જાર માં લઇ લિલું મરચું એડ કરી પીસી લો.એક બોલ માં પીસેલી દાળ, કાંદા,કોથમીર,ચણા નો લોટ,સુજી બધાં મસાલા એડ કરી મિક્સ કરી તેનાં વડા બનાવી લો.

  7. 7

    તેને ગરમ તેલ માં ધીમી આંચ ઉપર ફ્રાય કરી લો.

  8. 8

    કાંદા ભજીયા બનાવવા માટે એક બોલ માં કાંદા એડ કરી ચણા નો લોટ,લસણ ની ચટણી,બધાં મસાલા એડ કરી થોડું પાણી એડ કરી એકદમ ઘટ્ટ ખીરું બનાવી લો.

  9. 9

    તેનાં ગરમ તેલ માં ભજીયા બનાવી લો.

  10. 10

    ચણા નાં લોટ નાં ખીરા માટે બધી જ વસ્તુ એક મોટા બોલ માં લઇ ને જરૂર મુજબ પાણી એડ કરી ગઠ્ઠા ન રે એવી રીતે મિક્સ કરી ખીરું રેડી કરો.છેલ્લે સોડા એડ કરી સરખું ફેટી લો.

  11. 11

    હવે પનીર નાં ભજીયા માટે પનીર નાં પીસ કરી ખીરા માં બોળીને ગરમ તેલ માં ફ્રાય કરી લો.

  12. 12

    હવે લસણીયા બટાકા માટે બટાકા ને વચ્ચે થી થોડો કાપો પાડી લો.તેમાં વચ્ચે લસણ ની ચટણી સ્પ્રેડ કરી ચણા નાં લોટ નાં ખીરા માં બોળીને ગરમ તેલ માં ફ્રાય કરી લો.

  13. 13

    બટાકા વડા માટે બટાકા ને બાફીને મેશ કરી લો.એક કડાઈ માં તેલ મુકી રાઈ, જીરું,ધાણા એડ કરી વઘાર કરો તેમાં લીલા મરચાં, બટાકા મીઠું, હળદર એડ કરી મિક્સ કરી લો.છેલ્લે તેમાં કાજુ,કિશમિષ એડ કરી મિક્સ કરી લો.તેને થનડ઼ુ કરી લો.

  14. 14

    હવે તેનાં બોલ્સ બનાવી ચણા નાં લોટ નાં ખીરા માં બોળીને ગરમ તેલ માં ફ્રાય કરી લો.

  15. 15

    ટામેટાં નાં ભજીયા બનાવવા માટે ચટણી માટે મિક્સર જાર માં કોથમીર,ફૂદીનો,મરચું,ગાંઠિયા એડ કરી,મીઠું, લીંબુ,ખાંડ,તેલ એડ કરી પીસી લો.

  16. 16

    હવે ટામેટાં ની સ્લાઈસ કરી ઉપર ચટણી સ્પ્રેડ કરી ખીરા માં બોળીને ગરમ તેલ માં ફ્રાય કરી લો.

  17. 17

    હવે મરચા નાં ભજીયા માટે મરચા ને વચ્ચે થી કટ કરી બીયા કાઢી લો.હવે મિક્સર જાર માં ચવાણુ,બિસ્કિટએડ કરી બારીક પીસી લો.હવે એક બોલ માં લઇ તેમાં બટાકા ને મેશ કરી એડ કરો.હવે બધાં મસાલા એડ કરી સ્ટફિન્ગ રેડી કરો.

  18. 18

    તેને મરચા માં ભરી ને ખીરા માં બોળીને ગરમ તેલ માં ફ્રાય કરી લો.

  19. 19

    બટેટા ની પત્રી માટે બટેટા ની સ્લાઈસ કરી લો.તેને ચણા નાં લોટ નાં ખીરા માં બોળીને ગરમ તેલ માં ફ્રાય કરી લો.

  20. 20

    પાલક નાં ભજીયા માટે પાલક નાં પાન ને પાની થી ધોઈને ચણા નાં લોટ નાં ખીરા માં બોળીને ગરમ તેલ માં ફ્રાય કરી લો.

  21. 21

    રેડી છે મિક્સ ભજીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

ટિપ્પણીઓ (20)

Similar Recipes