મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

#MRC વરસાદ આવે ને પહેલી વાનગી જો કોઇ યાદ આવે તો એ ભજીયા જ હોય.તો ચાલો....મોન્સુન સ્પેશલ મા મીક્ષ ભજીયા ની રેસીપી શેર કંરુ છું.ઉપર પ્લેટ મા રતાળુ,ટામેટાં,બટાકા,મરચા ને કાંદા ના ભજીયા તો છેજ...વચચે મે બટાકા ની બીજી વેરાયટી એવા આફી્કા ના ફેમસ મારુ ના ભ ઝીણા સવઁ કયાઁ છે.

મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)

#MRC વરસાદ આવે ને પહેલી વાનગી જો કોઇ યાદ આવે તો એ ભજીયા જ હોય.તો ચાલો....મોન્સુન સ્પેશલ મા મીક્ષ ભજીયા ની રેસીપી શેર કંરુ છું.ઉપર પ્લેટ મા રતાળુ,ટામેટાં,બટાકા,મરચા ને કાંદા ના ભજીયા તો છેજ...વચચે મે બટાકા ની બીજી વેરાયટી એવા આફી્કા ના ફેમસ મારુ ના ભ ઝીણા સવઁ કયાઁ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪/૫
  1. કાંદા ના ભજીયા માટે.
  2. ૧- મોટો કાંદો
  3. ૩- લીલા મરચા
  4. ૨ ચમચા- કોથમીર
  5. મીઠુ - સ્વાદાનુસાર
  6. ચપટી - ખાવા ને સોડા(ઓપ્શનલ)
  7. રતાળુ,ટામેટાં,મરચા,બટાકા ના ભજીયા માટે..
  8. ૧- રતાળુ ના પતીકા
  9. ૨- બટાકા ના પતીકા
  10. ૨-ટામેટાં ના પતીકા
  11. ૩- મોળા મોટા મરચા સ્લાઇસ કરીને બી કાઢેલા
  12. ખીરું બનાવવા માટે...
  13. ૧/૨ કપ- બેસન(કાંદા ભજીયા માટે)
  14. ૧ કપ- બેસન(બાકીના મીક્ષ ભજીયા માટે)
  15. ૧ ચમચી- લીલો મસાલો(આદુ,મરચા,લસણ,લીલા ધાણા ની પેસ્ટ)
  16. ૧ ચમચી- લાલ મરચુ
  17. ૧ ચમચી- ધાણાજીરુ
  18. મીઠુ સ્વાદાનુસાર
  19. ૧/૨ ચમચી- મરી પાઉડર
  20. ૧/૮ ચમચી- ખાવા નો સોડા(ઓપ્શનલ)
  21. ૧ ચમચી- શેકેલા જીરા નો પાઉડર
  22. ૧ ચમચી- આખુ જીરુ
  23. ૧ ચમચી- કોથમીર
  24. રતાળુ માટે...
  25. ૧ ચમચી- અધકચરેલા સુકા ધાણા
  26. ૧ ચમચી- અધકચરેલા મરી ના દાણા
  27. ટામેટાં માટે...,,,
  28. જરુર મુજબ લીલો મસાલો(આદુ,મરચા,લસણ,લીલા ધાણા ની પેસ્ટ)
  29. મારુ ભજીયા માટે..
  30. ૧- બટાકા ની સ્લાઇસ
  31. ૧ ચમચી-કોથમીર
  32. ૧- ઝીણું સમારેલું લીલું મરચુ
  33. ૧ ચમચો- બેસન
  34. મીઠુ- જરુર મુજબ
  35. ૧ ચમચો- કોનઁફ્લોર
  36. ૧ ચમચી- આદુલસણ ની પેસ્ટ
  37. પાણી- જરુર મુજબ
  38. તેલ- તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કાંદા ના ભજીયા માટે અલગ ખીરું બનાવવું પડશે.એના માટે બેસન મા કાંદા ની સ્લાઇસ,ઝીણા સમારેલા લીલા તીખા મરચા,ઝીણી સમારેલી કોથમીર,મીઠુંને મીક્ષ કરી પાણી ઉમેરી બહુ પાતળું નહી બહુ જાડું નહી એવું ખીરું બનાવવું.સોડા ઉમેરવો હોય તો ચપટી ઉમેરવો.ગરમ તેલ મા હાથ થી છુટા છુટા ભજીયા મુકી ગોલ્ડન ફા્ય કરવા.....ટીશ્યુ પેપર પર કાઢવા

  2. 2

    બટાકા,રતાળુ ને સ્લાઇસર ની મદદ થી પતીકા કરવા.ટામેટાં ના ગોળ પતીકા કરવા,મરચા નેચીરી....બી કાઢી ટુકડા કરવા.ટામેટાં ની દરેક સ્લાઇસ પર થોડો લીલો મસાલો મુકવો.

  3. 3

    રતાળુ ના ભજીયા પર ભભરાવવા માટે મરી અને ધાણા ને અધકચરા ખાંડી લેવા.ખીરુ બનાવવા બધી સામગી્ મીક્ષ કરવી.પાણી ઉમેરતા જઇ થોડું થીક એવું ખીરું બનાવવું.સોડા જરુર લાગે તે નાખવો.

  4. 4

    બધા શાક ને વારાફરતી ખીરા મા ડુબોડી ગરમ તેલ મા તળી લેવા.કીચન ટોવલ પર વધારાનું તેલ નીતારી લેવુ

  5. 5

    બટાકા ના મારુ ભજીયા બનાવવા માટેબટેટા ની સ્લાઇસ ને ધોઇ કપડા પર કોરી કરવી.એક પ્લેટ મા લઇ ઉપર બધી વસ્તુ ભભરાવવી.બરાબર દરેક સ્લાઇસ પર મસાલો કોટ કરવો.જરુર લાગે તો થોડું પાણી છાંટવું ગરમ તેલ મા તળી લેવા.

  6. 6

    આ રીતે મીક્ષ ભજીયા રેડી થઇ જાય પછી કેચઅપ,લીલી ચટણી,બેસન ની કઢી,તળેલા મરચા ને સલાડ સાથે પીરસવા.ઠંડા વરસાદી મોસમ મા ગરમાગરમ ભજીયા ખાવા ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes