સ્ટ્રોબેરી શોર્ટકેક (Strawberry Short Cake Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#CCC
#cake
#cookpadgujarati
ક્રિસમસ ના તહેવારને સેલિબ્રેટ કરવા માટે આપણે નવી નવી જાતની કેક, પેસ્ટ્રી, કપકેક, કુકીઝ અને બીજું આવું ઘણું બધું બનાવતા હોઈએ છીએ. મેં આજે ક્રિસમસ વખતે ખુબ જ સરસ આવતી સ્ટ્રોબેરી માંથી તેની શોર્ટકેક બનાવી છે. આ કેક ખૂબ જ ઓછા સમયમાં ઈઝીલી બની જાય છે. તો તમે પણ આ કેક જરૂરથી બનાવજો.

સ્ટ્રોબેરી શોર્ટકેક (Strawberry Short Cake Recipe In Gujarati)

#CCC
#cake
#cookpadgujarati
ક્રિસમસ ના તહેવારને સેલિબ્રેટ કરવા માટે આપણે નવી નવી જાતની કેક, પેસ્ટ્રી, કપકેક, કુકીઝ અને બીજું આવું ઘણું બધું બનાવતા હોઈએ છીએ. મેં આજે ક્રિસમસ વખતે ખુબ જ સરસ આવતી સ્ટ્રોબેરી માંથી તેની શોર્ટકેક બનાવી છે. આ કેક ખૂબ જ ઓછા સમયમાં ઈઝીલી બની જાય છે. તો તમે પણ આ કેક જરૂરથી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
3 નંગ બનાવવા
  1. 250 ગ્રામફ્રેશ સ્ટ્રોબેરી
  2. 5 ટે. ચમચીસ્ટ્રોબેરી ક્રશ
  3. 2 નંગબ્રેડ સ્લાઈસ
  4. જરૂર મુજબઆઇસીંગ ક્રીમ
  5. 2 નંગકુકી ક્ટર અથવા નાની મોટી સાઇઝના ઢક્કન

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    ફ્રેસ સ્ટ્રોબેરીને સરસ રીતે ધોઈ તેને ઉભી કટ કરવાની છે જેથી એક સ્ટ્રોબેરીના બે ટુકડા થશે.

  2. 2

    આ સ્ટ્રોબેરીના તૈયાર કરેલા ટુકડામાં 2 ટેબલ ચમચી સ્ટ્રોબેરી ક્રશ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી તેને સાઈડ પર રાખવાનું છે.

  3. 3

    બ્રેડ સ્લાઈસ લઈ તેને કુકી કટર વડે કટ કરી લેવાનું છે. નાની મોટી એમ બે સાઈઝમાં કટ કરવાનું છે.

  4. 4

    મોટી સાઇઝ ના ટુકડા પર સૌથી પહેલા સ્ટ્રોબેરી ક્રશ પાથરવાનું છે અને તેના પર તેવો જ બ્રેડનો બીજો ટુકડો મૂકી તેના પર આઇસીંગ ક્રીમ લગાવવાનું છે.

  5. 5

    હવે તેના પર તૈયાર કરેલા સ્ટ્રોબેરી ના ટુકડા મૂકવાના છે અને તેના પર ફરી આઈસીંગ ક્રીમ લગાવવાનું છે.

  6. 6

    હવે તેના પર બ્રેડનો નાનો ટુકડો મુકવાનો છે ફરી તેના પર સ્ટ્રોબેરી ક્રશ અને તેના પર બ્રેડ નો બીજો ટુકડો મુકવાનો છે.

  7. 7

    ફરી તેના પર આઈસીંગ ક્રીમ અને સ્ટ્રોબેરી ક્રશ લગાવવાનું છે.

  8. 8

    સાવ છેલ્લે તેના પર ટોપમાં સ્ટોબેરી નો એક ટુકડો ઉભો મુકવાનો છે જેથી સ્ટ્રોબેરી શોર્ટકેક તૈયાર થઈ જશે.

  9. 9

    મેં તેને આ રીતે ડેકોરેટ કરી સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes