સ્ટ્રોબેરી નટેલા કપકેક(Strawberry Nutella cupcake recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#ટ્રેડિંગ
કપકેક ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે. આ કેક મે સ્ટીમ માં બનાવી છે. સ્ટ્રોબેરી, નટેલા અને બિસ્કીટ થી આ કેક ફટાફટ અને એકદમ ઇઝી રીતે બની જાય છે.

સ્ટ્રોબેરી નટેલા કપકેક(Strawberry Nutella cupcake recipe in Gujarati)

#ટ્રેડિંગ
કપકેક ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે. આ કેક મે સ્ટીમ માં બનાવી છે. સ્ટ્રોબેરી, નટેલા અને બિસ્કીટ થી આ કેક ફટાફટ અને એકદમ ઇઝી રીતે બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૬ કપકેક માટે
  1. ૧૫ નંગ ઓરીયો બિસ્કીટ
  2. ૨ ચમચીનટેલા સ્પ્રેડ
  3. ૨ કપ સ્ટ્રોબેરી ક્રસ
  4. ૧ ચમચીઈનો
  5. ૧.૫ કપ દૂધ
  6. જરૂર મુજબ ડસ્ટિંગ માટે કોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક બાઉલમાં ઓરીયો બિસ્કીટ લેવાના છે.

  2. 2

    આ બિસ્કિટનો મિક્સરમાં ચુરો કરવાનો છે.

  3. 3

    કપકેક બનાવવા માટેના કપમાં કોકો પાઉડર છાટીશું જેથી કપકેક ઈઝીલી અનમોલ્ડ કરી શકાય.

  4. 4

    થોડું નવસેકું દૂધ બિસ્કીટ ના ચુરામા ધીમે ધીમે ઉમેરી એક મિક્ચર તૈયાર કરવાનું છે. મિકચર ની થિકનેસ મીડીયમ રાખવાની છે. બહુ પતલુ ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.

  5. 5

    હવે એક પેનમાં પાણી ઉકાળવા માટે મુકવું. તેના પર ચારણી ગોઠવી દેવી.

  6. 6

    પાણી ઉકળે તે દરમ્યાન તૈયાર કરેલા બિસ્કીટના મિક્ચરમાં ઇનો ઉમેરી એકદમ ફટાફટ મિક્સ કરવાનું છે.

  7. 7

    હવે અડધો કપ ભરાય તેટલું મિક્સર કપમાં ઉમેરીવાનું છે. અને તેના પર નટેલા સ્પ્રેડ અને સ્ટ્રોબેરી ક્રસ 1/2ચમચી ભરી વચ્ચે ના ભાગમા જ ઉમેરવાનું છે. ફરી તેના પર મિક્સર ઉમેરી કપ પોણો ભરી લેવાનો છે. તૈયાર કરેલા કપ ને તરત જ ચારણી પર ગોઠવી દેવાના છે. અને લીડ ઢાંકી દેવાનું છે.

  8. 8

    મીડીયમ ટુ હાઇ ફ્લેમ પર લગભગ ૧૫ મિનિટમાં કેક તૈયાર થઈ જાય છે. હવે તુથ પીક થી કેક બરાબર થઈ ગઈ છે કે નહીં તે ચેક કરી લેવાની છે. જો તુથ પીક એકદમ ચોખ્ખી બહાર નીકળે તો કેક તૈયાર થઈ ગઈ છે.

  9. 9

    હવે એક પ્લેટમાં બધી કપકેક લઈ લેવાની છે. એકદમ ઠરી જાય પછી તેને અનમોલ્ડ કરવાની છે.

  10. 10

    હવે કેક ને ડેકોરેટ કરી સર્વ કરી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes