અખરોટ બરફી (Walnuts Barfi Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#cookpadindia
#cookpadgujarati
#Walnuts
#અખરોટ_બરફી ( Walnuts Barfi Recipe in Gujarati)
અખરોટનાં ખૂબ બધા ફાયદા છે. અખરોટનો આકાર મગજ જેવો છે તેના આકારની જેમ તે મગજ માટે ખૂબજ ફાયદા કારક છે. મગજ ઉપરાંત હાડકા,હ્રદય તેમજ લીવર માટે પણ અખરોટ ખૂબ ફાયદાકારક છે. અખરોટમાં બીજા બધા ડ્રાયફ્રુટ કરતા વધારે પ્રમાણમાં વિટામીન્સ અને પોષકતત્વો હોયછે. જેમ કે ..કોપર,મેંગનીસ,મેગ્નેશિયમ,પોટેશિયમ,ફોસ્ફરસ,બાયોટિન,વિટામિન B6,વિટામિન E,વિટામિન C,વિટામિન K,વિટામિન A,ઓમેગા 3,ઓમેગા 6 અને આયર્ન. આ રીતે જોવા જઇએ તો અખરોટને ડ્રાઇફ્રુટનો રાજા કહીએ તો તે યોગ્ય કહેવાય. અખરોટ નો સ્વાદ સ્હેજ કડછો હોવાને લીધે ઘણીવાર એવુ બને કે બાળકો અખરોટ ખાવામાં આનાકાની કરતા હોય છે પણ જો અખરોટની બરફી બાળકોને બનાવીને આપવામાં આવેતો બાળકો હોશે હોશે ખાશે અને આ અખરોટ બરફી એટલી ટેસ્ટી બને છે ને કે નાના મોટા સૌને તેનો સ્વાદ ખૂબજ ભાવશે અને સૌ આંગળા ચાટતા રહી જાસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧૫૦ ગ્રામ અખરોટ
  2. ૧ કપઘી
  3. ૨ કપબેસન
  4. ૧/૩ કપરવો
  5. ૧/૪ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  6. ૧ કપદેશી ગોળ
  7. ૪-૫ નંગ પિસ્તા ની કતરણ
  8. ગાર્નિશ માટે -- અખરોટ ના જીના ટુકડા, પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન ને ગરમ કરી તેમાં અખરોટ ઉમેરી ગેસ ની ધીમી આંચ પર 3 થી 4 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લો. ત્યાર બાદ આ અખરોટ ને જીની જીની કટ કરી લો અથવા ચોપર માં કટ કરી લો.

  2. 2

    હવે એ જ પેન મા ઘી ને 1 મિનિટ માટે ગરમ કરી તેમાં બેસન અને રવો ઉમેરી ગેસ ની ધીમી આંચ પર સતત ચમચા થી હલાવતા રહી બેસન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લો.

  3. 3

    હવે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી સતત ચમચા થી હલાવતા રહો.

  4. 4

    હવે આમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી ગોળ ઓગળે ત્યાં સુધી કૂક કરી લો. ને ત્યાર બાદ આમાં અખરોટ નો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લો ને તરત જ ગેસ ની આંચ બંધ કરી લો.

  5. 5

    હવે આ બરફી ને એક ચોરસ ટીન કે પ્લેટ મા બટર પેપર લગાવી તેમાં આ બરફી ને ઉમેરી સેટ કરી લો. હવે ચમચા ની મદદ થી આ બરફી ના મિશ્રણ ને પ્રેસ કરી લેવલ સરખું કરી દો. ને ઉપર બાકી વધેલા અખરોટ ના ટુકડા અને પિસ્તા ની કતરણ ઉમેરી ગાર્નિશ કરી ચમચા થી પ્રેસ કરી સરખું કરી લો. જેથી અખરોટ અને પિસ્તા બરફી પર સારી રીતે ચોંટી રહે.

  6. 6

    હવે આ બરફી ને રૂમ ટેમ્પેરેચર પર ઠંડુ કરવા મૂકી દો અથવા 15 મિનિટ માટે ફ્રીઝ મા સેટ કરી લો. ત્યાર બાદ મોલ્ડ માંથી બટર પેપર સાથે બહાર કાઢી તેને મનગમતા શેપ્ માં કટ કરી લો. ને પ્લેટિંગ તમારી ઈચ્છા મુજબ કરી લો.

  7. 7

    હવે આપણી યમ્મી અને હેલ્થી અખરોટ બરફી તૈયાર છે સર્વ કરવા માટે. આ બરફી ને તમે ફ્રીઝ મા 1 વિક સુધી સ્ટોર કરી સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes