ભરેલા કાચા ટામેટાનું શાક (Masala Raw tomato sabji recipe in Gujarati)

ભરેલા કાચા ટામેટાનું શાક (Masala Raw tomato sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધો માંસલ તૈયાર કરો. હવે એક કડાઈ માં ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરો અને જીરું, વરિયાળી તથા હિંગ નો વઘાર કરો અને આદું-મરચાં ની પેસ્ટ નાખો અને તેને ધીમા ફ્લેમ પર શેકો. હવે તેમાં શીંગદાણા અને તલ નો ભૂકો અને બેસન નાખી ને ૨ મિનિટ શેકો. એ પછી મેશ કરેલું બટકું ઉમેરો અને બરાબર મિક્સ કરી ને ફરી ૧ મિનિટ જેટલું શેકો. એ પછી બાકી નો બધો મસાલો ઉમેરો અને વ્યવસ્થિત મિક્સ કરી લો. અને મસાલા ને ઠંડુ કરવા મુકો.
- 2
હવે ટામેટા ને ધોઈ ને ઉપર ની આંખ કાઢી લો અને તેના ૪ ભાગ માં વચ્ચે થી અલગ ના પડી જાય એ રીતે કાપા પાડો.
મસાલો ઠંડો થાય એટલે દબાવી ને તેમાં ભરી લો. - 3
હવે એક નોન-સ્ટિક પેન માં ૪ ટેબલ સ્પૂન તેલ નાખી ને ગરમ કરો. અને બધા ભરેલા ટામેટા ગરમ તેલ માં મુકો. કાપા વાળો ભાગ નીચે ની સાઈડ મુકો. અને ઉપર ની સાઈડ થી થોડું તેલ ગ્રીસ કરી દો. અને પેન નું લીડ બંધ કરી થોડી વાર ચઢવા દો. તેમાં વરાળ જામે એટલે બધા ટામેટા ને ચમચી ની મદદ થી હલાવે થી ઉલ્ટાવી દો અને ફરી લીડ બંધ કરી ને ચઢવા દો. સાથે ૩-૪ ટેબલ સ્પૂન જેટલું પાણી પણ ઉમેરો જેથી ટામેટા બાલી ના જાય. આ રીતે જ ટામેટા ને ચઢવા દો.
- 4
ગરમા ગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (7)