દાલ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)

દાલ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ મોટા બાઉલમાં ઘઉંનો લોટ ચાળીને લો. તેના વચમાં આંગળીથી ખાડો કરીને ૨ ચમચા તેલ નાખો. ૧/૨ ચમચી હળદર, મીઠું, મરચું, ધાણાજીરૂઅને અજમો નાખીને સારી રીતે મિક્સ કરી લો.પછી થોડું થોડું પાણી ઉમેરીને પરોઠા જેવો લોટ બાંધો અને થોડીવાર ઢાંકીને રહેવા દો.
- 2
મેથી અને સરગવાની ભાજી ઝીણી સમારી ધોઈ લો. ટામેટૂ સમારી લો.
- 3
૧ બાઉલમાં કોથમીર અને કોપરાનું છીણ લો.તેમા ૧ ચમચી ગરમ મસાલો, ધાણાજીરું, મીઠું, મરચું સ્વાદ પ્રમાણે નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- 4
બાંધેલા લોટને મસળીને એકસરખા આઠ ગોળા બનાવો અને પાતળી રોટલી જેવી ઢોકળી વણી લો. પછી એક કડાઈમાં 3 ચમચા તેલ નાખીને વઘાર મૂકો અને તેમાં રાઈ-જીરું અને હીંગ ઉમેરો. રાઈ તતડે એટલે શીંગદાણા ઉમેરીને હલાવો. પછી તેમાં મેથીની અને (ડ્રમસ્ટિક) સરગવાની ભાજી ઉમેરીને મિક્સ કરી લો. પછી ટામેટા ના પીસ, હળદર, મીઠું, મરચું, ધાણાજીરૂ, ગરમ મસાલો નાખીને હલાવી સરખી રીતે મિક્સ કરી લો. પછી બાફેલી તૂવેરની દાળ મિક્સ કરી લો. પછી ગોળ અને ચાર કપ પાણી નાખીને ઉકળવા મૂકો.
- 5
વણેલી ઢોકળીની રોટલી માંથી ૨ રોટલીના ચોરસ ટુકડા કરો. દરેક ટુકડા ઉપર કોથમીર કોપરાનું પૂરણ મુકીને કિનારીઓ કચોરીની જેમ વાળી લો અને ઉકળતી દાળમાં નાખો. પછી ૨ મિનિટ સુધી ચઢવા દો. બાદમાં બીજી બધી ઢોકળીના પીસ કરીને તેમાં નાખીને હલાવી લો અને તેમાં ૨ ચમચા ઘી નાખીને ૩ મિનિટ સુધી ચઢવા દો.પછી લીંબુનો રસ ઉમેરી હલાવો અને ગેસ બંધ કરી ઢાંકી દો.
- 6
આ ગરમા ગરમ ખૂબજ સુંદર, ટેસ્ટી અને હેલ્ધી વાનગી ખાવા ની મઝા માણો.
Similar Recipes
-
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cookpad.com#Cookpad commi.guઆ મારી innovative recipe માં મે કોથમીર કોપરાના સ્ટફિંગ વાળી ઢોકળી , મેથી અને (ડ્રમસ્ટિક)સરગવાની ભાજીથી વિવિધ વિટામિન્સ મિનરલ્સ યુક્ત હેલ્ધી વાનગી બનાવી છે. Nutan Shah -
દાળ મેથી ઢોકળી (dal methi dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રિય વાનગી છે. આજે દાળ ઢોકળી માં થોડી નવિનતા લાવવા માટે મેથી વાળી ઢોકળી બનાવી. મેથી નું સ્વાદ જેને પસંદ હોય તેને તો મેથી ની સુગંધ માત્રથી જ આરોગવાનું મન થઈ જાય પરંતુ જેને મેથી ની કડવાશ પસંદ નથી તેના માટે આ સ્વાદિષ્ટ દાળ મેથી ઢોકળી આરોગવાથી કડવા સ્વાદનો નામ માત્ર પણ અનુભવ નહી થાય.#સુપરશેફ૪ Dolly Porecha -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
સાંજના જમણમાં દાળ ઢોકળી હોય તો બીજા કશાની જરૂર પડતી નથી Shethjayshree Mahendra -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#MA મધર્સ ડે ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે મારી મમ્મી જે વાનગી ખૂબ જ સરસ બનાવે છે અને મને તેમની જે વાનગી ખૂબ જ ભાવે છે તેવી દાળ ઢોકળી બનાવી છે. મારી મમ્મીના હાથે બનતી આ વાનગી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મેં આજે આ દાળ ઢોકળીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો ઉમેર્યો છે. આ મસાલાને લીધે આ દાળ ઢોકળીનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ આવે છે. દાળ ઢોકળી બનાવતી વખતે તમે પણ જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો એક વખત જરૂર થી ટ્રાય કરજો. Asmita Rupani -
દાલ ઢોકળી. (Dal Dhokli Recipe in Gujarati
#GA4#week4#Gujarati.#દાલ ઢોકળી.#post.2.Recipe No.82.દાલ ઢોકળી ગુજરાતનુ એકદમ famous ખાણુ છે .જેમ જેમ ટાઈમ પસાર થતો ગયો તેમ તેમ તેમાં કંઈક નવીનતા આવતી ગઇ. મેં પણ આજે રજવાડી એટલે કે ડ્રાયફ્રુટ નાખીને અને ચોરસ કાપીને નાખવાને બદલે મેં રાઉન્ડકોઈન એટલે કે સિક્કા જેવી કટ કરી દાળમાં નાંખી છે. જે દેખાવમાં અને ટેસ્ટમાં ગજબ સરસ લાગે છે. Jyoti Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એટલે દરેક ગુજરાતી ઘરમાં વાનગી. દરેક ઘરમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ અલગ હોય છે. આજે મે અમારા ઘરે જે રીતે બને છે અે રીત અહીં બતાવી છે. આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બપોરે જમવામાં અથવા તો સાંજે જમવામાં પણ પીરસવામાં આવે છે. દાળ ઢોકળી માં આપણે કચોરી પણ બનાવીને કચોરી ઢોકળી પણ બનાવી શકાય છે. ઢોકળી ના લોટ માંથી જ કચોરી બનાવવામાં આવે છે. ઢોકળી ના લોટ માંથી નાની નાની પૂરી વણીને તેમાં આદુ મરચા અને ટોપરાના ખમણનું પૂરણ ભરીને દાળમાં નાંખી અને કચોરી ઢોકળી બનાવવામાં આવે છે. દાળ ઢોકળી અથવા કચોરી ઢોકળી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. #Trend3#Gujarati#દાળ ઢોકળી Archana99 Punjani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Famઆ રેસિપી મને મારી દાદી માં એ સિખવી હતી.. અત્યારે તેઓ નથી..પણ મમ્મી કરતા પણ રસોઈ નું બસિક જ્ઞાન દાદી માં એ જ આપ્યું . મારા ફેમિલી માં બધા ને બહુજ પસંદ છે Pallavi Gilitwala Dalwala -
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)
આપણી ગુજરાતી વાનગીઓ ની વાત જ અલગ છે. દાળ ઢોકળી આપણા બધા ના ઘર માં બનતી જ હોય છે અને બધા ને ભાવતી હોય છે. અમારા ઘરમાં દાળ ઢોકળી કુકર માં બને છે ઝટપટ તૈયાર થઈ જાય છે.#દાળઢોકળી#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ# વેજિટેબલ દાળ ઢોકળીમને ને મારા મિસ્ટર ને દાળ ઢોકળી બહુ ભાવે તો મે આજે વેજિટેબલ વાળી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી ઢોકળી (Methi Dhokli Recipe In Gujarati)
#CFશિયાળામાં શાકભાજી ખૂબ સરસ આવે છે. ઢોકળી એ ઘણા બધાં શાક માં ઉમેરી ને ઉપયોગ માં લઇ શકાય છે...ગુવાર, વલોર રીંગણ, ઊંધિયું, અને એકલી ઢોકળી નું પણ શાક બને KALPA -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
સ્ટફ્ડ દાળ ઢોકળી(stuffed Dal dhokli recipe in Gujarati)
# મોમઆ દાળ ઢોકળી મારી મમ્મી અને મારી દીકરી બન્ને ની પસંદ છે..આ એક જ એવી વાનગી છે..જે અમને ત્રણેયને ખુબ જ ભાવે છે...તો આ મધર્સ ડે માટે મેં આ વાનગી બનાવી બન્ને ને હું ખુબ મિસ કરૂં છું...આ સ્ટફ્ડ દાળ ઢોકળી તમારા માટે..🙏 Sunita Vaghela -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રીય વાનગી છે. આ સ્વાદિષ્ટ વાનગી મારી મમ્મી જયારે બનાવે ત્યારે ગરમાગરમ દાળ ઢોકળી ઉપર ઘી અને લીંબુનો રસ નાખી ખાવાની મજા જ કંઈક અનેરી હોય. અહીં જૂની રીત પ્રમાણે જ આ વાનગી બનાવી છે પણ ઢોકળી ના આકાર ને નવું રૂપ આપેલ છે.#સુપરશેફ૨ Dolly Porecha -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી મારી ફેવરિટ. ઘણી વાર બનાવું. આજે મારા દીકરાનાં આઈડિયા થી બનાવી. એ જ્યારે રાજકોટ ભણતો ત્યારે તેણે ખાધેલી. કેવી લાગતી એનું વર્ણન કર્યું અને બની ગઈ સરસ મજાની innovative recipe. Do try friends. Dr. Pushpa Dixit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1# સ્વાદિષ્ટ ટેસ્ટી દાળ ઢોકળી ટેસ્ટી મનભાવન દાળ ઢોકળી Ramaben Joshi -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_ Gujarati#cookpad#DR#Dal recipe#30mins Parul Patel -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી એ ગુજરાત માં ખવાતી ખૂબ પોપ્યુલર વાનગી છે. ખાલી દાળ ઢોકળી મળી જાય એટલે ફૂલ ડીશ મળી ગઈ હોય એવું લાગે.#સુપરશેફ૪ Charmi Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળઢોકળી સમગ્ર ગુજરાતીઓ ની પ્રિય વાનગીઓ માંની એક છે..દાળઢોકળી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે.આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે..ગુજરાત ના અલગ અલગ શહેરોમાં દાળઢોકળી બનાવાની પદ્ધતિઓ બદલાય છે.. Nidhi Vyas -
તુવેર દાણામાં ઢોકળી (Tuvar Dana Dhokli Recipe in Gujarati
#GA4#Week13#Tuvarશિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ મળે છે. અને તુવેરના દાણા વડે ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.એમાંથી એક મારી મનપસંદ વાનગી છે તુવેરના દાણામાં ઢોકળી. જે ડીનર માટે પણ બનાવી શકાય છે. આ વાનગીમાં બધા જ સ્વાદ આવી જાય છે એટલે આ વાનગી મારી પ્રિય છે. Urmi Desai -
દાણાપાપડી ની ઢોકળી (Danapapdi Dhokli Recipe In Gujarati)
દાણા પાપડીની ઢોકળી ખુબજ સરસ લાગે છે Jayshree Doshi -
-
સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
તડકા દાલ મેથી (Tadka Dal Methi Recipe In Gujarati)
#GA4#Week 19#Methi ni bhajiઆ વાનગી માં મેં મેથી ની ભાજી અને તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે આપણે રેગ્યુલર તુવેરની દાળ તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મેં રેગ્યુલર દાળને થોડો twist આપીને મેથી ની ભાજી સાથે દાળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
-
રાજસ્થાની દાળ ઢોકળી(જૈન)(Rajasthani Dal Dhokali Recipe In Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનપોસ્ટ 8 રાજસ્થાની દાળ ઢોકળી(જૈન) Mital Bhavsar
More Recipes
ટિપ્પણીઓ