મેગી વેજી રિંગ્સ (Maggi Veggie Rings Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#MaggiMagicInMinutes
#Collab

મજેદાર મેગી - વેજી રીંગ્સ

મેગી થી કોણ અજાણ છે? નાના-મોટા સૌની પ્રિય વાનગી એટલે મેગી.મેગીમાં પણ વિવિધતા આવી શકે.અવનવી વાનગી બની શકે છે.જયારે આવી કોમ્પિટિશન આવી ત્યારે ખબર પડી કે મેગીમાંથી ઘણી ઈનોવેટિવ, ટેસ્ટી ડીશ તૈયાર કરી શકાય છે.

મેગી વેજી રિંગ્સ (Maggi Veggie Rings Recipe In Gujarati)

#MaggiMagicInMinutes
#Collab

મજેદાર મેગી - વેજી રીંગ્સ

મેગી થી કોણ અજાણ છે? નાના-મોટા સૌની પ્રિય વાનગી એટલે મેગી.મેગીમાં પણ વિવિધતા આવી શકે.અવનવી વાનગી બની શકે છે.જયારે આવી કોમ્પિટિશન આવી ત્યારે ખબર પડી કે મેગીમાંથી ઘણી ઈનોવેટિવ, ટેસ્ટી ડીશ તૈયાર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ
  1. ૨ પેકેટ,૨૦૦ ગ્રામ મેગી નૂડલ્સ
  2. ૧ કપબાફેલા, ગ્રેટેડ બટાકા
  3. ૧/૪ કપચોપ્ડ ફ્રેશ વટાણા
  4. ૧/૪ કપબારીક કટ કરેલ ડુંગળી
  5. ૧/૪ કપબારીક કટ કરેલ કેપ્સીકમ,રેડ & ગ્રીન
  6. ૧/૪ કપબારીક કટ કરેલ ટામેટાં
  7. ૧/૪ કપબારીક કટ કરેલ ગાજર
  8. ૧/૪ કપબારીક કટ કરેલ લીલા ધાણા
  9. ૬-૭ ફુદીના પાન
  10. ૩ નંગલીલા મરચાં, બારીક કટ કરેલ
  11. ૨ ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  12. ૨ ટેબલ સ્પૂનમેંદો
  13. ૧ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  14. ૧/૨ ટીસ્પૂનહળદર
  15. લીંબુનો રસ
  16. પાઉચ મેગી મસાલો, જે મેગી પેક સાથે હોય છે
  17. મીઠું, આવશ્યકતા અનુસાર
  18. તળવા માટે તેલ, આવશ્યકતા અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બંને હથેળીની મદદથી ૧ પેકેટ મેગી નૂડલ્સ ના બારીક ટુકડા કરી લો.આ ટુકડા ને નોનસ્ટિક પેનમાં ધીમા તાપે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકો.હવે કટ કરેલ તમામ વેજીટેબલ્સ, ફુદીના પાન (હાથથી ક્રશ કરી) તેમાં નાખી ૫-૭ મિનિટ સુધી ધીમા તાપે શેકો.

  2. 2

    ત્યારબાદ તેમાં ગ્રેટેડ બટાકા એડ કરો.મીકસ કરી લો.હવે તેમાં મીઠું, મેગી મસાલો,લાલ મરચાં પાઉડર, લીંબુ નો રસ નાખી મીક્સ કરો.ગેસ ઓફ કરી દેવો.છેલ્લે તેમાં કોર્ન ફ્લોર નાખી બરાબર મીક્સ કરી લો.ઠંડુ થાય એટલે તેમાંથી કટરની મદદથી રીંગ્સ બનાવી લેવી.

  3. 3

    એક કટોરી માં મેંદો લઈ તેમાં આવશ્યકતા અનુસાર મીઠું નાખી, પાણી નાખી ઘટ્ટ સ્લરી તૈયાર કરવી.૧૦૦ ગ્રામ મેગી નૂડલ્સ ના નાના ટુકડા કરી એક બાઉલમાં લઈ લો.ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરવા મુકો.હવે તૈયાર કરેલ ડોનટ્સ ને મેંદાની સ્લરી માં ડીપ કરો.અને તેને મેગીના કટોરા માં નાખી ગોળ ફેરવો જેથી મેગી તેના પર સ્ટીક થઈ જાય.તેલ ગરમ થાય એટલે તેમાં સમાય એટલા ડોનટ્સ નાખો.હવે ગેસની ફલેમ ધીમી કરી ગોલ્ડન,ક્રીસ્પી તળી લો.

  4. 4

    તૈયાર છે મજેદાર મેગી - વેજી રીંગ્સ !! ગ્રીન ચટણી સાથે, ટોમેટો કેચપ સાથે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes