શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યકિત
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૨ ચમચીતેલ
  3. જરૂરિયાત મુજબ પાણી
  4. ૪ નંગબટાકા
  5. ૨ ચમચીઆદું-મરચાં-લસણની પેસ્ટ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ કપઝીણી સમારેલી કોથમીર
  11. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  12. ડુંગળી ઝીણી સમારેલી
  13. સાંતળવા માટે તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પ્રથમ ઘઉંના લોટમાં મીઠું, મોણ અને જરૂર મુજબ પાણી ઉમેરતાં જઈ કણક બાંધી લો. તેની પર થોડું તેલ લગાવીને કપડાંથી ઢાંકીને રાખો.

  2. 2

    હવે, બટાકાને બાફીને છાલ ઉતારી છીણી લો. ત્યારબાદ તેમાં ડુંગળી, મસાલા, કોથમીર અને મીઠું ઉમેરી બધી સામગ્રી બરાબર મિકસ કરી લો.

  3. 3

    હવે તૈયાર કરેલ કણકમાંથી એકસરખાં લૂઆ બનાવી લો અને પુરી જેટલો વળી તેમાં સ્ટફિંગ ભરી મોદકની જેમ વાળી સહેજ દબાવી લો.

  4. 4

    ત્યારપછી પાટલી પર થોડો ઘઉંનો લોટ છાંટી તેને રોટલીની જેમ કાળજીપૂર્વક ફેરવતા રહી વળી લો.

  5. 5

    તેલ લગાવી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પરોઠા શેકી લો. તવામાંથી ઉતાર્યા પછી પરોઠા પર થોડું માખણ લગાવો.

  6. 6

    તૈયાર છે ટેસ્ટી આલુ પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes