પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)

ઉત્તર ભારતના ઢાબાની ખાસ ઓળખ એટલે પરાઠા. તેમાં સૌથી વધારે પ્રચલિત છે આલૂ પરાઠા. બટાકાનું મસાલેદાર સ્ટફીંગ બનાવી તેને લોટમાં સ્ટફ્ડ કરી આ પરાઠા બને છે. પણ સ્ટફીંગ માં થતા મસાલામાં અને ટેસ્ટમાં ઘણી વિવિધતા જોવા મળે છે. હું જ ઘરે 3-4 જાતના અલગ-અલગ આલૂ પરાઠા બનાવું છું. તેમાંથી આજે અહીં ઓથેન્ટિક પંજાબી સ્ટાઇલ આલૂ પરાઠા બનાવ્યા છે. જે હું મારા પંજાબી ફ્રેન્ડ પાસેથી શીખી છું.

રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઇને વરાળથી બાફી લો.
- 2
ઘઉંના લોટમાં મીઠું, અજમો, કોથમીર, તેલ નાખી પરાઠાનો લોટ બાંધી લો.
- 3
બટાકાને છીણીને કે સ્મેશ કરીને કણી ના રહે તેવો માવો કરી લો. તેમાં મીઠું, મરચું, ગરમ મસાલો, આમચૂર પાઉડર,હળદર, કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો.
- 4
એક કઢાઇમાં તેલ ગરમ કરી જીરુ તતળાવો. તેમાં લસણ-આદું-મરચાની પેસ્ટ નાખી સાંતળો. પછી તેમાં ડુંગળી નાખી થોડી વાર સાંતળો.
- 5
ચપટી હળદર, લાલ મરચું, અને કસુરી મેથી નાખી હલાવી લો. ગેસ બંધ કરી આ મિશ્રણને બટાકા ના મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઉપરથી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. સ્ટફીંગ તૈયાર છે.
- 6
થોડો લોટ લઇ લુઓ બનાવી રોટલી વણો. તેમાં વચ્ચે ૨-૩ ચમચી જેટલું સ્ટફીંગ મૂકી પોટલી વાળી લો. તેને દબાવી ફરી વણી લો.
- 7
ગરમ તવી પર સીધું મૂકી ૧ મિનિટ પડ ચડવા દો. પછી ઊલ્ટાવીને બીજી બાજુ ચડવી લો. પછી ૧ ચમચી જેટલું ઘી કે બટર મૂકી પરાઠાને બન્ને બાજુ સાંતળી લો. સંતળાય ને પરાઠા સરસ ફૂલશે.
- 8
બધા પરાઠા આ રીતે બનાવી સર્વ કરો.
Similar Recipes
More Recipes
- ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
- ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati)
- આદુનો સ્કોવોશ અને શરબત (Ginger Squash / Sharbat Recipe In Gujarati)
- દાડમ અને દ્રાક્ષ નું જુઇસ (Pomegranate Grapes Juice Recipe In Gujarati)
- ચીલી ગાર્લીક જુવાર રોટી (Chili Garlic Jowar Roti Recipe In Gujarati)

ટિપ્પણીઓ (29)