ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati)

ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તમને પસંદ હોય તેવા પાપડ લો. મેં અહીં અડદના જે રેગ્યુલર પાપડ આવે છે એ લીધા છે. પછી તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેને તળી લો. આપણને શેકીને પણ લઇ શકાય છે. પણ મેં આજે તળેલા પાપડ લીધા છે.પાપડ તળાઈ જાય એટલે બધું સલાડ ઝીણું ઝીણું સમારી લો.મેં અહીં ડુંગળી, ટામેટાં,કાચી કેરી અને લીલી કોથમીર નો ઉપયોગ કરેલ છે.અને ચાટ મસાલો વાપરેલ છે. જો તમારે અહીં spicy જોતો હોય તમે લાલ મરચું પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો. સાથે સાથે ચાટ મસાલા માં મીઠું હોવાથી મેં મીઠાનો ઉપયોગ કર્યો નથી.
- 2
હવે તળેલા પાપડ ઉપર એક પછી એક સલાડ પાથરતા જાવ. સૌપ્રથમ ડુંગળી, ટામેટાં પછી કાચી કેરી એ રીતે સલાડ ગોઠવો.
- 3
સલાડ ઉપર ચાટ મસાલો ભભરાવો. જેથી સલાડ ટેસ્ટી લાગે પછી તેના ઉપર લીલી કોથમીરથી ગાર્નિશિંગ કરો.
- 4
પછી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. આમ આપણી પાસે સમય ન હોય અને એકદમ ભૂખ લાગી હોય ત્યારે થોડાક જ સમયમાં મસાલા પાપડ તૈયાર થઈ જાય છે.તમે આની ઉપર ઝીણી સેવ અથવા તો ચીઝ ખમણી ને નાખી શકો છો. તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો. Sheth Shraddha S💞R -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)