સંદેશ (Sandesh Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

સંદેશ નું નામ આવે એટલે બંગાળની યાદ આવે...
બંગાળ માં આ સ્વીટ ને સૌનદેશ કેહવાય છે....
.
.
તે માત્ર બે વસ્તુ દૂધ અને ખાંડ માંથી બનાવા માં આવે છે.તે સ્વાદ માં મુલાયમ અને મીઠા રસ થી ભરેલો હોય છે.

Cookpad
Kitchen star challenge
#KS5

સંદેશ (Sandesh Recipe In Gujarati)

સંદેશ નું નામ આવે એટલે બંગાળની યાદ આવે...
બંગાળ માં આ સ્વીટ ને સૌનદેશ કેહવાય છે....
.
.
તે માત્ર બે વસ્તુ દૂધ અને ખાંડ માંથી બનાવા માં આવે છે.તે સ્વાદ માં મુલાયમ અને મીઠા રસ થી ભરેલો હોય છે.

Cookpad
Kitchen star challenge
#KS5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ લિટરદૂધ
  2. 2લીંબૂ નો રસ
  3. 5 ચમચીખાંડ
  4. ૧ (૧/૨ ચમચી)કોર્ન ફ્લોર
  5. ૧/૨ ચમચીએલચીનો પાઉડર
  6. ચાંદી નો વરખ લગાવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાય માં દૂધ લઈ તેને ગરમ કરો તેમાં ઉફાણો આવે એટલે ગેસ બંધ કરી તેમાં (લીંબુ નો રસ જેટલો નીકળે તેમાં તેટલા પ્રમાણ માં પાણી નાખવું)
    ગરમ દૂધ માં થોડુ થોડુ લીંબૂ નો રસ ઉમેરાતા જાઓ.અને સાથે દૂધ ને હલાવતા રહેવું દૂધ માંથી પનીર છૂટું પાડવા લાગશે.

  2. 2

    ત્યારબાદ તેમા ૨ થી ૩ ગ્લાસ ઠડું પાણી નાખવું જેથી દૂધ થોડું ઠંડુ થાય અને પનીર સોફ્ટ બને.
    ત્યાર બાદ એક કાણાં વાળું વાસણ લઈ તેમાં કોટન નુ કાપડ રાખી દૂધ ને તેમાં નાખી.પાણી નિતાર લેવું.
    કાપડ ને પોટલી ની જેમ વાળી બધું પાણી કાઢી નાખવું.

  3. 3

    પનીર ને એક થાળી માં લઇ તેમાં ૫ ચમચી ખાંડ દોઢ ચમચી કોન ફલોર નાંખી થોડી વાર મસળો. (ગરમ પનીર માં તે બધું બરાબર મિક્ષ થઈ જાશે.)

  4. 4

    ત્યાર થયેલ પનીર ને પાછું એક કડાય માં લઈ ને ધીમા ગેસ પર તેને હલાવો જેથી તેમાં રહેલી ખાંડ ઓગાળ જશે.એને ખાંડ નું પાણી બળી જાશે.પાછું પનીર ઘટ થવા લાગેએ.
    જો મિશ્રણ હાથ માં ચોંટે તો તેને થોડી વાર હજી શેકો.
    ત્યારે તમારે એ મિશ્રણ માંથી થોડું મિશ્રણ લઈ તેની ગોળી વાળવી જો તે બની જાય તો સમજવું કે તમારું સંદેશ તયાર છે...

  5. 5

    ત્યાર બાદ તેને ઠંડુ થવા દેવું. તેમાં ઇલાયચી નો પાઉડર નાખવો. તમને જેવો ગમે તેવો સંદેશ નો શેપ આપવો..
    તો તૈયાર છે બંગાળ ની ફેમસ સ્વીટ સંદેશ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Parmar
Archana Parmar @Archana_87
પર

Similar Recipes