ડાબડા કેરી નુ અથાણું (Dabla Keri Athanu Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#હોળી જાય એટલે માર્કેટમાં આ ગોટલી વગરની કેરી તેને મળવા કેરી કહેવાય છે . આ કેરીમાંથી ગોટલી કાઢીને તેમાં મીઠું હળદર ભરી કેરીની ખટાસ કાઢી તેમાં મેથીનો મસાલો ભરવામાં આવે છે મારા દાદીમાં આથાણુ ખુબ જ સરસ બનાવતા. બારેમાસ સાચવી શકાય છે પરંતુ તેમાં તેલ ડૂબાડૂબ હોવું જોઈએ કેરી ડૂબે તેટલું તેલ નાખવાનું હોય છે ઉનાળામાં શાકભાજી મોંઘા મળે છે ત્યારે અને અથાણા ની કેરી ને આવવાની વાર હોય ત્યારે આ કેરીનું અથાણું બનાવવામાં આવે છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવાની મજા પડે છે દરેક વસ્તુ સાથે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
10.માણસો
  1. 500 ગ્રામમારવા કેરી
  2. 50 ગ્રામમીઠું
  3. 25 ગ્રામહળદર
  4. 400ગ્રમતેલ
  5. 250 ગ્રામમેથીયો મસાલો
  6. 25 ગ્રામઆખી મેથી

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    કેરી ને બે ત્રણ પાણીથી ધોઈ નાખવું કોરા કપડાથી લૂછી તેની ચપ્પુથી ચાર કાપા પાડવા અને અંદરની ગોટલી કાઢી નાખવી ગોટલી કાઢીને નાખ્યા પછી તેમાં મીઠું હળદર મિક્સ કરીને ભરી દેવું અને આખી રાત મૂકી રાખવુ

  2. 2

    બીજે દિવસે ચારણીમાં કેરી કાઢી સેનો ખાટું પાણી રાખી મૂકવું તેમાં મેથી પલાળવા મૂકી દેવી આખો દિવસ પંખાની છે કેરીને સુકવવી તડકામાં મૂકવી નહીં ખાટા ખાટા પાણીમાં મેથી પાંચથી છ કલાક પલાળવા મૂકવી તેને પણ કપડા પર પંખા નીચે સૂકવવા મૂકી દેવી.

  3. 3

    તેલને ગરમ કરી ઠંડું પાડવું ઠંડા પડેલા તેલમાં કેરી ડુબાડી બહાર કાઢી તેમાં મેથીનો મસાલો અને આખી મેથી ભરવી એમ કરીને બધી જ કેરી ભરી લેવી વધેલો મસાલો નીચે ઉપર ભરેલી કેરી મૂકી તેલ રેડી બની બરણીમાં ભરી દો બે દિવસ પછી તેનો ઉપયોગ ખાવા માટે કરો આ દાબડા કેરી ખીચડી સાથે રોટલી ભાખરી થેપલા સાથે ખૂબ જ સારું લાગે છે આ અથાણાંને તેલમાં ડૂબાડૂબ રાખવું આપણું દાદીમાનુ દાદા કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે.

  4. 4

    અથાણું બારેમાસ રાખી શકાય છે તાજું તાજું. ખાવાની ખૂબ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes