મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#APR
#cookpadindia
#cookpadgujarati
મારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું .

મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)

#APR
#cookpadindia
#cookpadgujarati
મારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામસૂકી મેથી દાણા
  2. 500 ગ્રામરાજાપુરી કેરી
  3. 1/4 કપરાઈ ના કુરિયા
  4. 1/4 કપધાણા ના કુરિયા
  5. 1 ચમચીઆખા મરી
  6. 1/2 કપમરચું પાઉડર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 2 ચમચીહળદર પાઉડર
  9. 1 ચમચીહિંગ
  10. 500 ગ્રામતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ના ટુકડા કરી તેમાં હળદર અને મીઠું ઉમેરી આખી રાત રાખી દેવું.

  2. 2

    મેથી ને પણ ધોઈ ને પાણી માં પલાળી આખી રાત રાખી દેવું.સવારે કેરી ને નિતારી ખાટું પાણી કાઢી લેવું.અને કેરી ને કોટન ના કપડાં પર 2-3 કલાક આછા તડકા માં સૂકવી દેવી.

  3. 3

    મેથી નું પાણી કાઢી તેને ખાટા પાણી માં 2 કલાક પલાળી રાખવી.ત્યારબાદ નિતારી ને કોટન માં કપડાં પર કોરી થાય ત્યાં સુધી પંખા નીચે કે આછા તડકા માં રાખવું. ધ્યાન રાખવું કે મેથી કડક ન થાય જાય.

  4. 4

    હવે બંને કુરિયા અને બધો મસાલો મેથી કેરી માં ઉમેરી દો.બધું મિક્સ કરી લેવું.તેલ ને ગરમ કરી ઠંડુ પાડી ને ઉમેરી દેવું.અને આ અથાણું 3-4 દિવસ એમ જ રહેવા દેવું.તેને રોજ 2થી 3 વખત ઉપર નીચે કરવું.મેથી એકદમ ફૂલી જાય છે..અને તેલ જરૂર પડે તો ફરી ઉમેરવું.

  5. 5

    તૈયાર છે મેથી કેરી નું અથાણું.કાચ ની બરણી માં ભરી લેવું.આખું વર્ષ સારું જ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes