વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#SD
#Samar special dinner recipe
#cookpad Gujarati

શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2 કપમેંદો
  2. 4 ચમચીતેલ મોણ માટે
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. પેટીસ માટે સામગ્રી
  5. 4 નંગ બટાકા બાફેલા
  6. ૧ નંગગાજર ચોપ કરેલું
  7. ૧ નંગકેપ્સીકમ ચોપ કરેલું
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  13. 1 કપબ્રેડ ક્રમ્સ
  14. 4 ચમચીતેલ પેટીસ સેકવા
  15. 1 કપમિક્સ વેજ સલાડ
  16. જરૂર પ્રમાણે બટર
  17. ચીઝ જરૂર પ્રમાણે
  18. Sizvan ચટણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદા નો લોટ ચાળીને તેમાં મીઠું, તેલ ઉમેરી લોટ બાંધી લો. ઢાંકીને 10 મિનીટ રેસ્ટ આપો.પછી તેમાંથી લુવા કરી પાતળી રોટલી વણી કાચી પાકી શેકી લો. આ રોટલીને ફ્રીઝરમાં જીપ કોથરીમા મૂકી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.

  2. 2

    એક બાઉલમાં બાફેલા બટાકાને મેશ કરેલા લઈ તેમાં, બોઈલ કરેલા લીલા વટાણા,ગાજર, કેપ્સિકમ ઉમેરી બધા મસાલા એડ કરો. પછી તેમાં મીઠું અને સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લાંબા રોલ બનાવી બ્રેડ ક્રમ્સ માં રગદોળી તેલ મૂકી સેલો ફ્રાય કરી લો.

  3. 3

    હવે એક એક રોટલી લેતા જાવ અને પેનમાં બટર મૂકી રોટલીમાં sizvan ચટણી ચોપડી, પેટીસ મૂકો, પછી તેના ઉપર વેજીટેબલ સલાડ મૂકો. સૌથી ઉપર ચીઝ છીણી તેને ઉપર ચાટ મસાલો નાખી રોટલી ને બંને સાઇડ વાળી બટર મૂકી શેકી લો. ક્રિસ્પી બંને સાઇડ થાય એટલે એક પ્લેટમાં કાઢી લો.

  4. 4

    રેડી છે વેજ ફ્રેન્કી. તેને પેપરથી ફોલ કરી લો. ઉપરથી ચીઝ અને સોસ મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes