આલુ મટર પરાઠા (Aloo Matar Paratha Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35-40 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. ➡️ લોટ બાંધવા માટે :-
  2. 1 બાઉલ ઘઉંનો લોટ
  3. 4-5 ટી સ્પૂનતેલ (મોણ માટે)
  4. 1/2 ટી સ્પૂનહીંગ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. પાણી જરૂર મુજબ
  7. ➡️ સ્ટફીંગ બનાવવા માટે :-
  8. 6-7 નંગબટાકા
  9. 1 કપવટાણા
  10. 2 નંગડુંગળી
  11. 1/2 કપકોથમીર
  12. 1 નંગલીંબુનો રસ
  13. 1 ટી.સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  14. 1/2 ટી.સ્પૂન ગરમ મસાલો
  15. 1 ટી સ્પૂનખાંડ
  16. 1/4 ટી સ્પૂનહીંગ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. તેલ પરાઠા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

35-40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા અને વટાણા ને સમારી અને ધોઇ લો. પછી તેને કૂકર બાફી લો.

  2. 2
  3. 3

    ત્યારબાદ એક ડીશ માં પેલા વટાણા ને મેસ કરી લો. પછી બટાકા ને મેસ કરી લો. પછી તેમાં બધા મસાલા કરી બરાબર મિક્સ કરી સ્ટફીંગ તૈયાર કરો.

  4. 4
  5. 5
  6. 6

    હવે એક કથરોટ માં લોટ લઈ તેમાં મીઠું, હીંગ અને મોણ નાખી બરાબર મિક્સ કરી કણક તૈયાર કરો. પછી તેને 20 - 25 મિનિટ સુધી રહેવા દો.

  7. 7
  8. 8

    હવે એક લૂવો લઇ તેને પૂરી જેવડું વણી તેમાં 2 ટી સ્પૂન જેટલું સ્ટફીંગ ભરી તેને બધી બાજુ થી કવર કરી. ફરીથી હળવા હાથે પરાઠા ને વણી લો.

  9. 9
  10. 10

    હવે લોઢી ગરમ કરી તેમાં પરાઠા ને બન્ને બાજુ વારાફરતી તેલ લગાવી બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી શેકી લો. શેકાઈ ને તૈયાર છે આલુ મટર પરાઠા.

  11. 11
  12. 12

    હવે તેને ગરમ ગરમ સર્વ કરો. સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes