ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Mona Oza
Mona Oza @cook_27759024
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ લોકો
  1. ૨ બાઉલ ચોખા
  2. ૧ બાઉલ ચણા ની દાળ
  3. ૧ બાઉલ ખાટી છાશ
  4. ૨ ચમચીઆદુ, મરચાં, લસણ ક્રશ કરેલા
  5. ૧ ચમચીઈનો
  6. 4 થી 5 ચમચી સીંગતેલ
  7. સર્વિંગ માટે
  8. લીલી ચટણી
  9. સીંગતેલ
  10. લસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ તથા ચોખાને આઠ કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ દાળ ચોખા ને મિક્સરમાં છાશ નાખો.

  2. 2

    હવે બરાબર પીસી લો અને ઢોકળાનો બેટર તૈયાર કરી લો. આ ઢોકળાના બેટરને આઠ કલાક સુધી રહેવા દો આથો આવવા દો.

  3. 3

    આઠ કલાક પછી આથો આવી જાય ત્યારે તેમાં મીઠું, હળદર તથા આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો.

  4. 4

    હવે એક થાળી તેના પર તેલ લગાવવું. ત્યારબાદ ઢોકળાના મિશ્રણમાં ઈનો ઉમેરવો.

  5. 5

    એક બાજુ ઢોકળીયુ ગરમ કરવા મૂકી દેવું હવે થાળીમાં બેટર પાથરી ઢોકળીયામાં થાળી મૂકી દેવી તેની પર લાલ મરચું પાથરવું.

  6. 6

    હવે તૈયાર થયેલા ઢોકળાને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mona Oza
Mona Oza @cook_27759024
પર

Similar Recipes