ગુંદા કેરી નું અથાણું (Gunda Mango Pickle Recipe In Gujarati)

सोनल जयेश सुथार
सोनल जयेश सुथार @sonal_1676
Ahmedabad

#MA
#cookoadindia
#cookpadgujarati
અથાણું તો મમ્મી જ બનાવે મસાલો પણ ઘરે જ કરે અને દર વર્ષ મોકલે. પણ હવે મારી મમ્મી નથી તો હવે જાતે જ બનાવું છું. પણ મસાલો રેડી( રામદેવ કે સ્પાયરન નો). મધર્સ ડે નિમિત્તે આ રેસિપી મૂકવાનું મન થાય છે એમની ટિપ્સ યાદ રાખી ને જ બનાવું .
Mothers Tip
મમ્મી ની સૂચના : અથાણું બગડે નહિ તે માટે અથાણાં હંમેશા કાચ ની બરણી માં જ ભરવાનો આગ્રહ રાખો.અથાણું બનાવો તે વખતે ગુંદા કે કેરી માં પાણી નો ભાગ ન રહેવા દો. પાણી એકદમ સુકાઈ જાય પછી જ અથાણું બનાવવું.બરણી પણ કોરી જ હોવી જોઈએ. આપણા હાથ પણ પાણી વાળા ન હોવા જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
  1. 250 ગ્રામગુંદા
  2. 400 ગ્રામકાચી કેરી
  3. 400 ગ્રામઆચાર મસાલો
  4. જોઇતા પ્રમાણમાં તેલ
  5. 2 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    ગુંદા અને કેરી ને પાણી થી ધોઈ ને પછી કોરા કરી લો.

  2. 2

    હવે ગુંદા ના દીટા કાઢી લઈ પછી ગુંદા ને દસ્તા થી મારી ને તોડી લો આખા નહિ ખાલી ઉપર થી ખૂલે એમ અને પછી ચપ્પુ માં મીઠું લગાવી ગુંદા માંથી ઠલિયો કાઢી લો.કેરી ના કટકા કરી લો.

  3. 3

    કેરી ને આચાર મસાલો એડ કરી હલાવી લો. બધા ગુંદા માં આચાર મસાલો દબાવી ને ભરી લો.

  4. 4

    હવે અથાણું ભરવા ની બરણી માં આચાર મસાલો નાખી ઉપર મસાલા વાળી કેરી નાખો પછી ભરેલાં ગુંદા મુકો પછી મસાલાની કેરી પછી ભરેલા ગુંદા એમ કરતાં જવુ.

  5. 5

    હવે છેલ્લે ૧૦૦ગ્રામ જેટલો આચાર મસાલો ઉપર થી નાખી દો. ઢાંકણ ઢાંકી ને રાખો.

  6. 6

    હવે એક દિવસ એમજ રહેવા દો તેલ ને ગરમ કરી ઠંડું પડવા દો.હવે એક દિવસ પછી આ અથાણાં માં તેલ ને બરણી માં ઉપર થી રેડી દો ૧કલાક પછી ફરીથી જોવું તેલ ઉપર ન દેખાય તો ફરી થી એડ કરવું.બધું જ અથાણું તેલ મા ડૂબી જાય તેટલું તેલ નાખો.તેલ વધારે જ રાખો જે થી અથાણું બગડે નહિ.૧ દિવસ પછી થી ખાઈ શકો છો આ અથાણું. આ અથાણું તાજુ ખાવાની બહુ જ મજા આવે.આ અથાણું તમે વધારે બનાવી ને ૧વર્ષ માટે રાખી શકો.

  7. 7

    Tip મમ્મી ની સૂચના મુજબ અથાણું બગડે નહિ તે માટે હંમેશા અથાણું કાચ ની બરણી માં જ ભરવાનો આગ્રહ રાખું છું.અને કેરી કે ગુંદા માં પાણી નો ભાગ રહેવા ન દેવો, પાણી થી ધોઈ ને એકદમ કોરા પડે પછી જ અથાણું બનાવો.બરણી પણ કોરી જ હોવી જોઇએ. આપણાં હાથ પણ કોરા જ હોવા જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

Similar Recipes