પફ પેસ્ટ્રી પીઝા (Puff Pastry Pizza Recipe In Gujarati)

Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477

આ રેસિપી મેં રેડીમેટ પફ પેસ્ટ્રી પર બનાવેલી છે કેમ કે ઇન્સ્ટન્ટ પીઝા ખાવા હોય અને એ પણ ઘરે બનેલા તો આના સિવાય કોઈ ઓપ્શન હતો નઈ મારા માટે તો પહેલી વખત મેં આ ટ્રાય કરી છે અને મને અને મારા ફેમિલિ ને એટલી મજા આવી ગઈ આ પીઝા માં કે હવે અમે નક્કી કરીયુ કે જો પીઝા ખાવા તો બસ આ પફ પેસ્ટ્રી પર જ 😂😂😂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. 2- રોલ પફ પેસ્ટ્રી
  2. 1- ડુંગળી ની સ્લાઈસ
  3. 2- ટામેટા ની સ્લાઈસ
  4. ગ્રીન ઓલિવ
  5. ગ્રીન & રેડ જેલીપીનો
  6. બેબી સ્પેનીચ
  7. હલુમી ચીઝ સ્લાઈસ
  8. પનીર સ્લાઈસ
  9. છેડાર ચીઝ
  10. મીઠું
  11. મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ને ફોટો માં બતાવીયા મુજબ કાપી લઈશુ.

  2. 2

    પેસ્ટ્રી રોલ ના 5 સરખા ભાગ કરી લેવા, ત્યારબાદ તેમાં બધી બાજુ થી 1/2" જેટલી જગ્યા છોડીને છરી ની મદદ થી પેસ્ટ્રી માં કટ મારી લેવી.

  3. 3

    ત્યારબાદ પેસ્ટ્રી ના વચ્ચે ના ભાગ માં spicy ketchup લગાવી દેવો તેના પર ટામેટા ની સ્લાઈસ,ગ્રીન & રેડ જેલીપીનો મુકો.

  4. 4

    ત્યારબાદ chaddar ચીઝ મુકી તેના પર બેબી સ્પીનીચ,પનીર સ્લાઈસ મુકી દેવી.

  5. 5

    ત્યારબાદ તેના પર ગ્રીન & રેડ જેલીપીનો, ડુંગળી ની સ્લાઈસ મુકી હલુમી ચીઝ સ્લાઈસ મુકી ફરી પાછી Cheddar ચીઝ મુકી તેના પર salt & pepper નાખી તેને ઓવન માં 40મિનિટ 210*C માટે baked કરવા માટે મુકી દો.

  6. 6

    Baked થઈ જાય એટલે તેના પર તમારી પસંદગી ના કેચઅપ, મેયોનિઝ લગાવી ફેમિલી - ફ્રેંડ્સ સાથે પફ પેસ્ટ્રી પીઝા ની મોજ માણો 🙏🙏🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes