ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#EB

આ રેસિપી હું મારા મમ્મીની બાજુમાં રહેતા આંટી પાસેથી શીખી હતી. એ દર વર્ષે અથાણું બનાવે અને મને મદદ કરવા બોલાવતા અને હું એમાં ને એમાં શીખી ગઈ અને અમારા ઘરમાં પણ બધાને ભાવતું થઈ ગયું... અને સાચું કહું તો મને એ ગુંદા ફોડવાની બહુ જ મજા આવતી ....
ગુંદાનું અથાણું (ખાટું અથાણું)
નોંધ : ૧. તેલ ગરમ કરી એકદમ ઠંડુ કરીને જ વાપરવું .
૨. ગુંદા માંથી બિયા કાઢવા જે ચપ્પુ નો ઉપયોગ કરો એની ટોચ ને મીઠાંવાળી કરવાથી ચોંટે નહિ અને ચીકણું નહિ લાગે. અને હાથ પણ જો ચીકણાં થયા હોય તો એને મીઠાં થી જ સાફ કરીને ધોવાથી ચીકાશ બધી નીકળી જશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
સિઝનનું અથાણું
  1. ૧ કિલોગુંદા
  2. ૧ (૧/૨ કિલો)રાજાપુરી કેરી
  3. ૫૦૦ ગ્રામ અથાણાં સાંભર
  4. ભારોભાર તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પહેલાં ગુંદા ને બરાબર ધોઈ સાફ કરી લો અને લૂછીને એના ડીંટા કાઢી લો. પછી દરેક ગુંદાને ખલદસ્તાથી ફોડી તેમાંથી ચપ્પુ ની મદદથી બિયાં કાઢી લો. આખા ફોડવાના નથી ખાલી તેના મુખ પર એક ખલદસ્તો મારવો એટલે મુખ ખુલે એટલે બીયો કાઢી લેવો. એમ બધાંના બિયા કાઢી લેવાં.

  2. 2

    પછી કેરીને પણ બરાબર ધોઈ લેવી અને લૂછી લઈ તેને છોલી નાખીને છીણી લેવી. પછી એક બાઉલમાં કેરીનું છીણ અને અથાણાં સાંભર મિક્સ કરી તૈયાર કરી લો.

  3. 3

    પછી એક એક ગુંદા લઈ તેમાં એ મિશ્રણ ભરી લેવું. બધા ભરાઈ જાય એટલે બાકી બચેલું મિશ્રણ એમાં જ મિક્સ કરી લેવું. એક ઊંડી તપેલીમાં બધા જ ગુંદા મૂકી દેવા અને ભારો ભાર ગુંદા ડૂબે એટલું તેલ ઉમેરી લેવું.. તેલ ને ગરમ કરી ઠંડુ પડે પછી જ મિક્સ કરવું એટલે અથાણું લાંબો સમય એવું ને એવું ટકશે.

  4. 4

    નોંધ : ૧. તેલ ગરમ કરી એકદમ ઠંડુ કરીને જ વાપરવું.
    ૨. ગુંદા માંથી બિયા કાઢવા જે ચપ્પુ નો ઉપયોગ કરો એની ટોચ ને મીઠાંવાળી કરવાથી ચોંટે નહિ અને ચીકણું નહિ લાગે. અને હાથ પણ જો ચીકણાં થયા હોય તો એને મીઠાં થી જ સાફ કરીને ધોવાથી ચીકાશ બધી નીકળી જશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

Similar Recipes