ગુંદાનું ખાટું અથાણું (Gunda Khattu Athanu Recipe In Gujarati)

અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો મેં પણ મારા હોમ મેડ આચાર મસાલા નો ઉપયોગ કરીને આ ગુંદા ની ખાટું અથાણું બનાવ્યું છે... ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તમે ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો.
ગુંદાનું ખાટું અથાણું (Gunda Khattu Athanu Recipe In Gujarati)
અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો મેં પણ મારા હોમ મેડ આચાર મસાલા નો ઉપયોગ કરીને આ ગુંદા ની ખાટું અથાણું બનાવ્યું છે... ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તમે ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગતેલ ને ધુમાડો નીકળે એટલું ગરમ કરી ને ઠંડું કરવા બાજુ પર મૂકી દો. ત્યાર બાદ ગુંદા ને ધોઈને કોરા કરી તેમાંથી ખલ ના દસ્તા થી મારી ને છરી ને મીઠું વાળી કરી ઠડીયો કાઢી લઈ પછી ગુંદાની અંદર થી પણ આંગળી ને મીઠું વાળી કરી બધી ચિકાસ કાઢી લો.
- 2
હવે રાજાપુરી કાચી કેરી ને ધોઈ ને સાફ કરી તેની છાલ ઉતારી મોટી છીણી થી છીણી લો. તે પછી આ કેરી ના છીણ માં મીઠું અને હળદર પાઉડર ઉમેરી મિક્સ કરી તેને ઢાંકણ ઢાંકી ને 10 મિનિટ માટે બાજુ પર મૂકી રાખો.
- 3
હવે 10 મિનિટ પછી કેરી ના છીણ માંથી છૂટેલું બધું પાણી હાથ થી દબાવી ને નિતારી લો. ને છીણ ને કોરું કરી લો. (છીણ નું નીતરેલું પાણી ને ફેંકવાનું નથી તેને બીજા અથાણાં બનાવવા માટે આથવા માટે સ્ટોર કરવાનું છે)
- 4
હવે આ કેરી ના છીણ માં અથાણાં નો ખાટો આચાર મસાલો ઉમેરી મિક્સ કરી આ મસાલો બધા ગુંદા માં દબાવીને ભરી લો. ને વધેલો મસાલો ગુંદા પર ઉમેરી દબાવી લો ને 5 થી 7 કલાક કે આખી રાત માટે ઢાંકી ને બાજુ પર મૂકી રાખો.
- 5
- 6
હવે આ ગુંદા ના અથાણાં ને કાચ ની બરણી માં દબાવી ને ભરી લો. ત્યાર બાદ આમાં ગરમ કરેલું ને ઠંડુ કરેલ સીંગતેલ ધીરે ધીરે ઉમેરી ચમચી થી મસાલા ને દબાવતા જઈ તેલ રેડતા જવું. તેલ અથાણું ડૂબે એટલે સુધી ઉમેરવાનું છે..હજી જરૂર પડે તો તેલ ગરમ કરી ઠંડુ કરી ને ઉમેરી સકાય છે.
- 7
હવે આપણું ગુંદા નું ખાટું અથાણું તૈયાર છે...આ અથાણાં ને બનાવ્યા પછી 5 થી 6 દિવસ પછી ખાવાના ઉપયોગ માં લેવું..આ ગુંદા નું ખાટું અથાણું રોટી, પરાઠા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.
- 8
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1 આપણા જીવનમાં ખોરાકનું મહત્વ અનેરૂ છે. પરંતુ સ્વાદ એટલો જ જરૂરી છે. ખોરાકને વધુ સ્વાદિષ્ટ સુપાચ્ય બનાવવા સ્વાદનો સુમેળ હોવો જરૂરી છે. સ્વાદનો વધારો કરવા જુદી જુદી સંગ્રહની પધ્ધતિઓ વિકસાવવામાં આવી તેમાં અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં અનેક ખાધ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. દરેક સીઝનની વસ્તુને બાર મહિના રાખવા માટે અથાણાં પણ છે. જેમ કે ગુંદા ખાટા આથીને, રાઈવાળા કરીને, સૂકવીને ખાટી કેરી સાથે, ગોળ કેરી સાથે તેમજ ગાજર ખમણીને આથીને વગેરે. કાચી કેરીના જુદા જુદા અથાણા કરી સંગ્રહ કરી સ્વાદ અને પોષણ બન્ને જળવાઈ રહે છે....ગુંદા સાથે કાચી કેરીના ટુકડા ઉમેરવાથી અથાણાં નો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ અથાણું મેં સીંગતેલ માં બનાવ્યું છે. Daxa Parmar -
ચણા મેથી કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khattu Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું. Daxa Parmar -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4અથાણાં ની સિઝન આવે એટલે બધા અથાણાં ની સાથે સાથે બાફેલા ગુંદા નું અથાણું મારી ઘરે બને જ છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું#APR #Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#GundakairiNuAthanu #pickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું -- રોટલી, પૂરી, થેપલાં, દાળ - ભાત , સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . હું હંમેશા રાઈ નું કચ્ચી ઘાની નું કાચું તેલ , અથાણાં માં ગરમ કર્યા વગર જ નાખું છું. આખું વરસ અથાણાં નો રંગ લાલ ચટક જ જળવાઈ રહે છે , જરા પણ ખરાબ થતું નથી . Manisha Sampat -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
કેરી ગુંદાનું ખાટું અથાણું (Mango Gunda Pickle Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ અથાણું મારા સાસુમા પાસેથી હું શીખી છું...સાસુ મોમ ઘરના આંબાની કેરી માંથી વિવિધ પ્રકારના અથાણાં બનાવતા અને એ સમયે export કરતાં... આ અથાણાં ની રેસીપી હું એમને dedicate કરું છું..🙏 Sudha Banjara Vasani -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB ગુંદા મારા ફેવરિટ છે. હું તેનો સંભારો ,અને અથાણું બનાવી ને ખાવ છુ. અત્યારે ગુંદા ની સીઝન હોવા થી તો મેં ગુંદા કેરી નું અથાણું બનાવ્યું છે. ગું દા માં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે જેવા મીનરલ તત્વ આવ્યા છે. તો ગુંદા નો અથાણું બનાવી ને ખાવું જોઈએ. Krishna Kholiya -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
બાફિયા ગુંદા નું અથાણું (Bafiya Gunda Athanu Recipe In Gujarati)
અત્યારે અથાણાં ની સીઝન ચાલી રહી છે ત્યારે ગુંદા અને કેરી બને ને તેનો રાજા કહેવાય છે તો અત્યારે મે તાજા ગુંદા નું અથાણું બનાવ્યું છે. Nikita Mankad Rindani -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
ગોળકેરી નું અથાણું (Golkeri Athanu Recipe in Gujarati)
#EB#Week 2 હમણાં અથાણાં ની સીઝન છે એટલે બધા ના ઘરે અલગ અલગ અથાણાં અલગ અલગ રીતે બનતા જ હોય છે.હું બહુ બધી જાત ના અથાણાં બનાવતી હોઉં છું.ગોળ કેરી નું અથાણું બધા ને ભુજ ભાવે તીખી પૂરી,તીખી ભાખરી,ખીચડી,અને હાંડવા સાથે તો બહુજ ભાવે છે. Alpa Pandya -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EBWeek 4ગુંદા નું અથાણું ખાટું અથવા મીઠું બે રીતે બનાવમાં આવે છેજેને આપણે આખા વર્ષ સુધી સાચવી શકાય છે. ગુદાની સીઝન જાય તો પણ આપણે ગુંદા નો સ્વાદ માણી શકાય છે. Archana Parmar -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek1ઉનાળો આવે એટલે બધાના ઘરોમાં નવીનતમ અથાણાં બનતા જ હોય છે.અને બારેમાસ સાચવણી પણ કરીએ છીએ.પણ આ ગુંદા કેરી નું અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવીને જયારે પણ જોઈએ ત્યારે ફ્રેશ બનાવીને ખાવાના ઉપયોગ માં લઈ શકાય છે. Jigna Shukla -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 4બફિયા ગુંદા નું અથાણુંઆ જલ્દી થઈજાય અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે.આ હું મારા મમ્મીજી પાસેથી શીખી છું. Murli Antani Vaishnav -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
Seasonal reacipy...ગુંદાનું અથાણું અને તરત જ ખાઈ શકાય છે ટેસ્ટી પણ લાગે છે. 😋 @Darshcook_29046696Darshna Pandya -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
ગુંદાનું અથાણું (Gunda athanu Recipe In Gujarati)
#EB#Week4 ગુંદાનું અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. Nita Prajesh Suthar -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ રેસિપી હું મારા મમ્મીની બાજુમાં રહેતા આંટી પાસેથી શીખી હતી. એ દર વર્ષે અથાણું બનાવે અને મને મદદ કરવા બોલાવતા અને હું એમાં ને એમાં શીખી ગઈ અને અમારા ઘરમાં પણ બધાને ભાવતું થઈ ગયું... અને સાચું કહું તો મને એ ગુંદા ફોડવાની બહુ જ મજા આવતી ....ગુંદાનું અથાણું (ખાટું અથાણું)નોંધ : ૧. તેલ ગરમ કરી એકદમ ઠંડુ કરીને જ વાપરવું .૨. ગુંદા માંથી બિયા કાઢવા જે ચપ્પુ નો ઉપયોગ કરો એની ટોચ ને મીઠાંવાળી કરવાથી ચોંટે નહિ અને ચીકણું નહિ લાગે. અને હાથ પણ જો ચીકણાં થયા હોય તો એને મીઠાં થી જ સાફ કરીને ધોવાથી ચીકાશ બધી નીકળી જશે... Khyati's Kitchen -
ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું#EB Hency Nanda -
ગુંદા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું હું મારા માસી પાસેથી શીખી. આ અથાણું ખુબ જ ઝડપથી બની જાય છે અને આખું વર્ષ રાખી શકાય છે. બગડતું નથી. આ અથાણાંમાં ગોળ એડ નથી કર્યું તેથી અથાણું મીઠુ નહીં બને. અમારે ત્યાં કચ્છી માં આને ખારા ગુંદા પણ કહે છે. ખારું એટલે તીખું. એટલે કે ગુંદાનું તીખું અથાણું. એકદમ ઝડપથી બની જાય છે. અને સામગ્રી પણ બહુ ઓછી જોઈએ છે. તો તમે પણ ચોક્કસ બનાવજો આ અથાણું. Jigna Vaghela -
ગુંદાનું અથાણું (gunda athanu recipe in Gujarati)
અથાણાં અલગ અલગ પ્રકારના બનાવાય છે. એમાંય ગુંદાનું અથાણું હોય તો પૂછવું જ શું? ગુંદાનું અથાણુંખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#week4 આ અથાણું હેલ્ધી અને ટેસ્ટી બને છે.સરળતા થી બની જાય છે.પણ ચીવટ થી કરવાનું હોય છે. કેરી ની સીઝન માં રસ રોટલી સાથે ખુબ જ મસ્ત લાગે છે. Varsha Dave -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2આ અથાણું તમે આખું વર્ષ સાચવી શકો છો.આમ પણ અત્યારે અથાણાં ની સીઝન છે. બધા જુદી જુદી જાત ના અથાણાં બનાવતા હોય છે. હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું. એમાં ગોળ કેરી નું અથાણું અમારા ઘર માં બધા ને ભાવે છે.તેને પૂરી, પરાઠા, ખીચડી, હાંડવો વગેરે સાથે ખાઈ શકો છો.તેને તમે બહાર જ સ્ટોર કરી શકો છો. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (18)