ટીંડોરા નું અથાણું (Tindora Pickle Recipe In Gujarati)

#EB
Week1
સામાન્ય રીતે આપણે ટીંડોરા નું શાક જ બનાવતા હોઈએ પરંતુ તેનું અથાણું તો ખૂબ સરસ બને છે...ચટપટું અને તીખું...તેમાં મેં આદુ, આંબા હળદર અને લીલી હળદર ના ટુકડા પણ ઉમેર્યા છે...
ટીંડોરા નું અથાણું (Tindora Pickle Recipe In Gujarati)
#EB
Week1
સામાન્ય રીતે આપણે ટીંડોરા નું શાક જ બનાવતા હોઈએ પરંતુ તેનું અથાણું તો ખૂબ સરસ બને છે...ચટપટું અને તીખું...તેમાં મેં આદુ, આંબા હળદર અને લીલી હળદર ના ટુકડા પણ ઉમેર્યા છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટીંડોરા.... આદુ...હળદર અને આંબા હળદર ને કેરી ના ખાટા પાણીમાં બરાબર ડૂબે એ રીતે 10 થી 12 કલાક માટે આથી દો... તેમાં હળદર અને મીઠું ઉમેરેલા જ હોય છે...
- 2
ટીંડોરા અથાઈ જાય એટલે તેને એક ચારણીમાં નિતારી લો...સુકાવવાના નથી માત્ર નીતરી જાય એટલે અથાણાં નો મસાલો ઉમેરો.
- 3
બધું મિશ્રણ મિક્સ કરીને રાખો...જરૂર પડેતો ચાખીને મીઠું ઉમેરો...
- 4
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો...બહુ ગરમ કરવાનું નથી માત્ર હુંફાળું જ કરવાનું છે..
- 5
હુંફાળું કરેલ તેલ ઠંડુ થવા મુકો...ટીંડોરા નું મિશ્રણ એક કાચની બોટલ માં ભરીલો....ઉપર ઠંડુ કરેલ તેલ રેડીને એર ટાઈટ ઢાંકણ ઢાંકીને મુકો...લાંબા સમય સુધી આ અથાણું સરસ રહે છે..
- 6
હવે આપણું અથાણું તૈયાર છે...એક બાઉલ માં કાઢી સર્વ કરો...
Similar Recipes
-
ટીંડોરા નું અથાણું(Tindora pickle recipe in Gujarati)
#સાઈડપોસ્ટ - 3 સામાન્ય રીતે આપણે બાર મહિના ના એક સાથે અથાણાં બનાવતા હોઈએ પણ રોજના ભોજન માં કંઈક નવીનતા તો જોઈએ જ...એટલે સાઈડમાં કંઈક ખાસ કચુંબર....સંભારો બનાવીએ છીએ...આજે હું લાવી છું પારંપરિક ટીંડોરા નું અથાણું...👍 Sudha Banjara Vasani -
લીલી હળદર લસણનું અથાણું (Fresh Turmeric Garlic Pickle Recipe In Gujarati)
#WP#MBR9Week 9 શિયાળા માં લીલું લસણ અને લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે અને મેં આ સીઝનમાં એક અલગ પ્રકારનું અથાણું (my innovation) બનાવી ને બધાને સરપ્રાઇઝ આપ્યું... લીલી હળદર, આંબા હળદર, લીલું લસણ અને અથાણાં નાં મસાલા નાં સંયોજન થી બનાવેલ આ ચટપટું અથાણું જરૂર બનાવજો. Sudha Banjara Vasani -
સ્ટફ્ડ વરા જેેવી ટીંડોરા સબ્જી(Stuffed Vara Tindora Sabji Recipe In Gujarati)
#EBWeek1 આપણે કુમળા ટીંડોરા નું શાક અવાર નવાર બનાવતા હોઈએ છીએ પરંતુ કોઈ વાર પાકા મોટા ટીંડોરા આવી જાય તો તેનું બેસ્ટ ઓપશન ભરેલા ટીંડોરા છે...stuff કરીને થોડા આગળ પડતા તેલમાં વધારીને બનાવીયે તો ખૂબ સ્વાદિષ્ટ વરા ની- જમણવાર જેવી સબ્જી તૈયાર થાય છે...હા થોડી મહેનત અને ચીવટ થી બનાવવી પડે.... Sudha Banjara Vasani -
હળદર લીંબુનું અથાણું (Haldi Nimbu Pickle Recipe In Gujarati)
#WP#cookpadgujarati#cookpad આજે મેં લીલી હળદર અને લીંબુનું એક ચટપટું અથાણું બનાવ્યું છે. શિયાળાની સિઝનમાં જ્યારે લીલી હળદર, આંબા હળદર, લીંબુ, મરચા ખુબ જ સરસ આવે છે ત્યારે આ અથાણું બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ ઉપરાંત લીલી હળદર અને લીંબુ માંથી આપણા શરીરને સારા એવા પોષકતત્વો પણ મળે છે. આ અથાણું બનાવીને આરામથી તેને મહિના દિવસ માટે સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
-
ટીંડોરા નું અથાણું(tindora nu athanu recipe in Gujarati)
#સાઈડજમવામાં ખાલી રોટલી દાળ ભાત શાક ની જોડે ઇન્સ્ટન્ટ થઈ જતું ટીંડોળા નું અથાણું બહુ ટેસ્ટી અને કેરીના અથાણા ની ગરજ સારે છે શાક ભાત અથવા દાળ ભાત ની સાથે બહુ જ ટેસ્ટી લાગે છે Manisha Hathi -
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
શિયાળાની મોસમમાં લીલી હળદર ખુબ જ સરસ આવતી હોય છે અને જે હેલ્થ માટે પણ ખૂબ સારી છે આંબા હળદર પણ એટલી જ ગુણકારી છે અને આદુ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે આ રીતે તમે તેને આખું વર્ષ સુધી રાખી શકો છો Bhavisha Manvar -
-
ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ3#અથાણુંટિંડોળા અને કાચી કેરી નું અથાણું એક ઇન્સ્ટન્ટ પિકલ છે જે ટિંડોળા અને કાચી કેરી ને મેથિયા મસાલા માં મેરિનેટ કરી ને બનાવવા માં આવે છે. આ એક ખૂબ સરળ અને ઝડપ થી બનનારી સાઈડ ડીશ છે જે દાળ ભાત, શાક રોટલી, થેપલા, ખીચડી, પરાઠા, વગેરે સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
ટીંડોરા નો સંભારો (Tindora Sambharo Recipe In Gujarati)
#ટીંડોરા નો સંભારો#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
ટીંડોરા નું સાલન (Tindora Salan Recipe In Gujarati)
#EB#week1સાલન ગણા બધા શાકભાજી ના બને છે છે મરચાં, ડુંગળી, રીંગણ અનેક પ્રકાર ના. મેં આજે ટીંડોરા નું સાલન બનાવી જોયું. રોજ ટીંડોરા ના રૂટિન શાક થી કંઈક અલગ કરવું હોય તો આ તમે ચોક્કસ થી ભાવશે. હૈદરાબાદ માં અને નોર્થ ઇન્ડિયા માં સાલન વધારે બનતા હોય છે. Noopur Alok Vaishnav -
લીલી હળદર આંબા હળદર નું અથાણું (Lili Haldar Amba Haldar Athanu Recipe In Gujarati)
#GA4 #Week 21હળદર એ આરોગ્ય સંજીવની કહેવામાં આવે છે.એક ચમચી હળદર ખાવાથી, પીવાથી, ફાકવાથી, ભોજનમાં સામેલ કરવાથી ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે.આ અથાણું શિયાળામાં જ બનાવી શકાય છે.બાળકો લીલી હળદર ખાતા નથી,પણ આ રીતે અથાણું બનાવવામાં આવે તો જરૂર થી ખાશે.મારા બાળકોને સરપ્રાઈઝ આપી આ અથાણું રોટલી રોલ કરી આપું છું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ટીંડોરા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)
આ અથાણું હું નાની હતી ત્યારે મને ટીંડોરા ખવડાવા માટે બનાવતિ હતી. એ બહાને ટીંડોરા ખાઈ લેતી.#EB prutha Kotecha Raithataha -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
ભરેલા ટીંડોરા (Bharela Tindora Recipe In Gujarati)
#EB#Week1Post 2ભરેલા ટીંડોરા (Stuffed Coccinia Recipe In Gujarati)#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
લીલી હળદર લીંબુ નું અથાણું(Raw Turmeric Lemon Pickle Recipe In Gujarati)
#GA4#Week21 બજારમાં લીલી હળદરનું આગમન થઈ ગયું છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સૂકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે.કાચી હળદરમાંથી ભરપૂર માત્રામાં આયર્ન મળે છે. બહોળા પ્રમાણમાં મળતું આયર્ન લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધારે છે, જેથી લાલ રક્તકણોનાં ઉત્પાદનમાં વધારો થાય છે અને શરીરના દરેક અવયવને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે છે. જે ખૂબ જરૂરી છે. હળદરમાં રહેલ વિટામિન સી ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. તો દરેક લોકો ના ઘરમાં આ સીઝનમાં હળદર નો ઉપયોગ કોઈ ને કોઈ રીતે થતો જ હશે. આપણે એનો ઉપયોગ મસ્ત ટેસ્ટી અથાણું બનાવવા કર્યો છે...જેથી કાચી ના ભાવે તો આ બહાને ખાઈ શકે... લગ્ન પ્રસગમાં આ જ અથાણું પીરસવામાં આવે છે.... Twinkal Kalpesh Kabrawala -
ટીંડોરા સુકામેવા નો સંભારો (Tindora Sukameva Sambharo Recipe In Gujarati)
#EB#Week1ટીંડોરા સુકામેવા નું ચટાકયુ 👍 Linima Chudgar -
-
આંબા હળદર લીંબુ નું મિક્ષ અથાણું (Amba Haldi and Lemon Mix Pickle Recipe in Gujarati)
#સાઈડઆંબા હળદર અને લીંબુ નું આ ગોળ વાળુ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળ રીત છે. ઝડપ થી બની જાય છે. Sachi Sanket Naik -
આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
#સાઇડ#પોસ્ટ_૩આંબા અને લીલી હળદર સાથે આદુંની કાતરી અથાઈ જાય એટલે ખાવામાં સરસ લાગે છે. Urmi Desai -
ટિંડોળા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)
#EB#Week1મારી ઘરે આ અથાણું ઘણી વખત બને છે. બહુ ફટાફટ બની જાય છે. શાક ની જગ્યા એ પણ લઇ શકાય છે. Arpita Shah -
ટીંડોરા ભીંડા અને કાચી કેરીનું અથાણું (Tindora Bhinda Kachi Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું ઉનાળામાં કેરી મળતી હોય ત્યારે ઇન્સ્તંત બનાવી શકાય છે અને શાક ભાવતાં નથી હોતા ત્યારે કેરીના રસ સાથે આવું અથાણું બનાવ્યું હોય તો મજા આવે છે Kalpana Mavani -
ચણા મેથી નું અથાણું (Chana Methi Pickle Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek4 ગુજરાતી ભોજનમાં અથાણાનું એક આગવું સ્થાન છે પોશાક ઓછું આવતું હોય કે ક્યારેક શાક ના હોય તો પણ સાથે-સાથે પરાઠા સાથે અથાણું ખાઈ ચલાવી લેવાય છે. અથાણા બહુ જ વિવિધ બનાવી શકાય છે અને અથાણું બારે મહિના સાચવી પણ શકાય છે અહીં મેં ચણા મેથીનું બાર મહિના સાચવી શકાય તેવું જ અથાણું બનાવી છે એક વખત બનાવી આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
લીલી હળદરનું અથાણું
#પીળીલીલી હળદરમાં સલાટ બધા ખાતા જ હવે બારેમાસ સચવાય તે માટે બનાવો લીલી હળદરનું અથાણું Mita Mer -
લીંબુ ની છાલ નું અથાણું(lemon pickle recipe in Gujarati)
#goldenapron3Week19હું હમણાં લીંબુ નો રસ કાઢી ને શરબત બનાવી ને અને લીંબુનો રસ બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉં છું..તો દસેક દિવસ પહેલા આ લીંબુ ની છાલ ને મેં મીઠું અને હળદર માં એક લીંબુનો રસ નાખી ને આથી દીધી હતી..તો આજે તેનું અથાણું બનાવ્યું...આ અથાણું હું બનાવી ને ફ્રીજ માં રાખું છું.. આમાં તેલ નો ઉપયોગ ખુબ જ ઓછો થાય છે.. Sunita Vaghela -
બટાકા આંબા હળદર નુ શાક (Potato Mango Turmeric Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલીલી આંબા હળદર & બટાકાની સુકી ભાજી Ketki Dave -
મિક્સ સલાડ(Mix Salad recipe in Gujarati)
#GA4 #week5#SALAD#BeetrootPost - 9 સલાડ આપણા રોજિંદા ભોજન નો એકભાગ બની ગયો છે.....કોઈ વાર એવું પણ બને કે આપણે બાફેલા કઠોળ કે નટ્સ પણ સલાડમાં લેતા હોઈએ છીએ...એટલે ભોજનની જગ્યાએ માત્ર સલાડ થી જ ફીલિંગ ઈફેક્ટ આવી જાય છે..ચાલો આપણે આજે રંગબેરંગી સલાડ બનાવીએ....અને હા લીલી હળદર અને આંબા હળદર વગર તો સલાડ શોભે જ કઈ રીતે...? Sudha Banjara Vasani -
આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)
#GA4#week21#Raw Turmericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લીલી હળદર શરીર માટે ગુણકારી છે. લીલી હળદર નો ઉપયોગ કરવાથી શરદી, કફ, માં રાહત મળે છે. Vibha Upadhya -
ગુજરાતી ભોજનથાળ(Gujarati Bhojanthaal recipe in Gujarati)
#GA4 #week4#GujaratiPost - 8#Gujaratidinner સામાન્ય રીતે ગુજરાતી રાત્રી ભોજન માં ભાખરી અથવા રોટલા હોય છે શિયાળા ની શરૂઆત હોય એટલે રોટલાની મજા પડી જાય...રોટલા અને ખાટી કઢી સાથે મેં શાક, ફણગાવેલા મગ-ડુંગળી-ટામેટાં ની કચુંબર, ઘરનું સફેદ માખણ ઘી-ગોળ, લાલ અને લીલી ચટણી, હળદર-આંબા હળદર, લીલા મરચા અને ડેઝર્ટ માં રસ ઝરતી જલેબી સર્વ કર્યા છે અને હા જમીને છેલ્લે છાશ તો ખરી જ...😊 Sudha Banjara Vasani -
અાથેલી લીલી હળદર (raw turmeric)
ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. ખાસ કરીને ગળાના અને સ્કિનના ઇન્ફેક્શનમાં લીલી હળદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.-દરરોજ બપોરે જમતી વખતે સલાડ રૂપે લીલી અને આંબા હળદર ખાઈને તેના ફાયદા મેળવી શકો છો. #rawturmericSonal Gaurav Suthar
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (8)