ઇન્ડિયન પિનટ ચાટ (Indian Peanut Chaat Recipe In Gujarati)

Rachana Sagala
Rachana Sagala @Rachana
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો માટે
  1. 1 કપ‌ બાફેલા શીંગદાણા
  2. 1/2 કપઝીણી સમારેલી કાકડી
  3. 1/2 કપઝીણા સમારેલા ટામેટાં
  4. 1/4 કપઝીણી સમારેલી ડુંગળી
  5. 1 ટીસ્પૂનઝીણા સમારેલા લીલા મરચાં
  6. 2 ટેબલસ્પૂન‌ ઝીણી સમારેલી કોથમીર
  7. 1/2 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1/4 ટીસ્પૂનશેકેલું જીરું પાઉડર
  9. 1 1/2 ટીસ્પૂન‌ ચાટ મસાલો
  10. 2 ટેબલસ્પૂનઝીણી સેવ
  11. 1/4 ટીસ્પૂનહળદર પાઉડર
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 1 ટેબલસ્પૂનલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ૧ કપ શીંગદાણા લો, તેને કૂકરમાં પાણી લઈ તેમાં ચપટી હળદર એડ કરો,

  2. 2

    હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી તેમાં શીંગદાણા એડ કરો, હવે કુકરનું ઢાંકણ ઢાંકી ત્રણ વિશલ થી સીંગદાણાને બાફી લો,

  3. 3

    હવે પિનટ ચાટ માટે બધી સામગ્રી લો,

  4. 4

    હવે એક બાઉલમાં બાફેલા શીંગદાણા એડ કરો, હવે તેમાં ઝીણી સમારેલી કાકડી એડ કરો, કાકડી એડ કર્યા બાદ હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરો,

  5. 5

    હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરો, હવે ડુંગળી એડ કર્યા બાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરો, હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરો,

  6. 6

    હવે એક બાઉલમાં લાલ મરચું પાઉડર લો, લાલ મરચું પાઉડર એડ કર્યા બાદ તેમાં ચાટ મસાલો એડ કરો, હવે તેમાં શેકેલુ જીરૂ પાઉડર એડ કરો,

  7. 7

    આ રીતે મસાલો તૈયાર કરો, હવે આ મસાલાને પિનટ ચાટ માં એડ કરો,

  8. 8

    પિનટ ચાટ ને રિફ્રેશિંગ ફ્લેવર આપવા માટે હવે તેમાં લીંબુનો રસ એડ કરો, હવે લીંબુનો રસ એડ કર્યા બાદ તેમાં ઝીણી સેવ એડ કરો, સેવ એડ કર્યા બાદ પિનટ ચાટ ને મિક્સ કરી લો અને સર્વિંગ બાઉલમાં સર્વ કરો,

  9. 9

    તૈયાર છે ઇન્ડિયન પિનટ ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachana Sagala
Rachana Sagala @Rachana
પર
cooking new dishes is my hobby
વધુ વાંચો

Similar Recipes