કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)

Aruna Bhanusali
Aruna Bhanusali @arunabhanusali

છૂંદા વિશે તમને શું કહું? નાની હતી ત્યારે સ્કૂલમાં lunch box માં છૂંદો લઇ જતી હતી મારા મમ્મી તડકા છાયડા નો છુંદો બનાવતા .જ્યારે તડકામાંથી ઘરે લાવીએ ત્યારે તેને હલાવવાનું કામ મારું હતું .આમ હું અનાયાસે છૂંદો બનાવતા શીખી ગઈ.

કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)

છૂંદા વિશે તમને શું કહું? નાની હતી ત્યારે સ્કૂલમાં lunch box માં છૂંદો લઇ જતી હતી મારા મમ્મી તડકા છાયડા નો છુંદો બનાવતા .જ્યારે તડકામાંથી ઘરે લાવીએ ત્યારે તેને હલાવવાનું કામ મારું હતું .આમ હું અનાયાસે છૂંદો બનાવતા શીખી ગઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫/૨૦દિવસ
૫ લોકો
  1. 1+1.2 કિલો કાચી કડક રાજાપુરી કેરી
  2. 1+1/2 થી 2 કિલો ખાંડ
  3. ૫૦ થી ૬૦ ગ્રામ લાલ મરચું
  4. 2 થી 3 ચમચી મીઠું
  5. 15-20 નંગમરી
  6. ૧૦ થી ૧૨ નંગ લવિંગ
  7. 2ટુકડા તજ
  8. 1 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫/૨૦દિવસ
  1. 1

    કાચી કેરીને ધોઈ લૂછી અને છીણી લો. તેમાં બે ચમચી મીઠું ભેળવી લો બરાબર હલાવો.

  2. 2

    ખાંડ આખી પણ ચાલે અને દળેલી પણ ચાલે. ખાંડને છુંદામાં નાખી બરાબર હલાવો. ઢાંકીને એક રાત માટે મુકી રાખો.

  3. 3

    બીજા દિવસે છૂંદા ને બરાબર હલાવી ઉપર સફેદ કલરનું મલમલ નું કાપડ બાંધી,બરાબર ફીટ બાંધવું, અને એના ઉપર કાણાવાળી ચાયણી ઊંધી વાળી મૂકો.

  4. 4

    તપેલાને અગાસી ઉપર અથવા તો જ્યાં બરાબર આખો દિવસ તડકો આવતો હોય એવી જગ્યા પર મૂકો. સાંજે ઘરમાં તપેલો પાછો લઈ લેવો અને બીજા દિવસે સવારના છૂંદો ને બરાબર હલાવી કપડા પાછું બાંધી ઉપર કાણાવાળી ચારણીથી મૂકવી. આમ સતત 15 થી 20 દિવસ કરવું પડે.

  5. 5

    તડકો કડક હોય તો જલ્દી પણ થાય માટે ધ્યાન રાખવું, નહીતો ચાસણી કડક થઈ જાય.

  6. 6

    છૂંદો ને હલાવતા લાગે કે ચાસણી એક તાર જેવી થઈ ગઈ તો છુંદા ને તડકામાં પછી મૂકવો નહીં અને ઘરમાં એક રાત મુકી રાખો.

  7. 7

    બીજા દિવસે છૂંદો ઠંડો થયો હશે હવે તેમાં મરી, તજ,અને લાલ મરચું,એક ચમચી હિંગ, નાખી બરાબર હલાવો.

  8. 8

    કાચની ચોખ્ખી બરણીમાં છુઁદા ને ભરો. બરણી ઉપર કપડું બાંધવું જેથી છૂંદો સરસ રહે.

  9. 9

    છૂંદો ખુબ જ સરસ લાગે છે બનાવીને મોજ માણી જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aruna Bhanusali
Aruna Bhanusali @arunabhanusali
પર

ટિપ્પણીઓ

Similar Recipes