આચારી ચણાદાળ તડકા (Achari Chana Dal Tadka Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ
શેર કરો

ઘટકો

20 મિનીટ
4 વ્યકિત
  1. 1 વાટકીચણાની દાળ
  2. જરુર મુજબ પાણી
  3. 20-25 નંગમેથીનાં પાન
  4. 2 નંગડુંગળી
  5. 1 નંગટમેટું
  6. 4-5 નંગલીલાં મરચાં
  7. 1/2 નંગઅદ્ર્ક
  8. 5-7 નંગલસણની કળી
  9. મસાલા ⬇️
  10. 2 ચમચીઆચારી મસાલો
  11. 1/4 ચમચીહળદર
  12. 2 ચમચીધાણા જીરું પાઉડર
  13. 1 ચમચીસેકેલ જીરું પાઉડર
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  16. 1/4 ચમચીકસુરી મેથી
  17. સ્વાદ પ્રમાણેમીઠું
  18. તડકો કરવા માટે ⬇️
  19. 2-3 ચમચીઘી
  20. 1-2 નંગડ્રાય કાશ્મીરી મરચાં
  21. 1 ચમચીરાઈ
  22. 1 ચમચીજીરુ
  23. ચપટીહીંગ
  24. 4-5 નંગલીમડાનાં પાન
  25. 2-3 નંગલવિંગ
  26. 1 નંગતમાલ પત્ર
  27. 2 નંગમરી
  28. 2 ચમચીલાલ કાશમિરી મરચું પાઉડર
  29. ગાર્નિશ ⬇️
  30. જરુર મુજબ બારીક સમારેલી કોથમીર
  31. જરુર મુજબ ડ્રાય કોકોનટ છીણ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ 1 વાટકી ચણાની દાળ સાફ કરી ને 1થી 2 કલાલ પાણીમાં પલાળી રાખો. (જરુર મુજબ પાણી). ચણાની દાળ ને 2 કલાલ પછી કુકરમાં બાફી લેવી. બાફતી વખતે ચપટી હળદર અને મીઠું નાંખી 2થી 3 વિહ્સ્લ આપો. ત્યાર બાદ રેસ્ટ આપો.

  2. 2

    દાળ રેસ્ટ થાય ત્યાં સુધી એક પેન માં 2થી 3 ચમચી ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરુ, લીમડાનાં પાન અને હીંગ નો વગાર કરી બારીક સમારેલી ડુંગળી,ટામેટાં, અદ્ર્ક-લસણ અને મરચાં ની પેસ્ટ મિક્સ કરી 1થી 2મિનીટ સુધી સાંતળી લેવું.

  3. 3

    હવે રેસ્ટ આપેલ ચણા ની દાળ (ચણા ની દાળ વ્લૉવી નહી.) અને બારીક સમારેલી મેથી નાં પાન મિક્સ કરી ઉપર ઘટકો માં બતાવેલ પ્રમાણે બધા મસાલા મિક્સ કરી 5 થી 6 મિનીટ ધીમા તાપે ગૅસ પર રહેવા દો.

  4. 4

    હવે 1 થી 2 ગ્લાસ પાણી નાખી રસો કરી બીજી 2 મિનિટ સુધી 1થી 2 બોઈલ આવે પછી જ ગૅસ બંધ કરી દો.

  5. 5

    તડકો આપવા (ઘટક માં બતાવેલ પ્રમાણે સામગ્રી) નો ઉપયોગ કરી ચણા મેથીની દાળ પર તડકો આપી. 1 મિનીટ કવર કરી દો.

  6. 6

    ગાર્નિશ માટે જરુર મુજબ બારીક સમારેલી કોથમીર અને ડ્રાય કોકોનટ છીણ ઉપરથી મિક્સ કરો.
    હવે આચારી ચણા દાળ તડકા રેડી છે. ગરમ ગરમ સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes