વડાપાવ (Vadapav Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#Fam
#Cookpadindia
#Cookpadgujrati
વડાપાવ. (Mumbai street Food Vada Pav)
વડાપાવ નું નામ આવતા જ નાના મોટા બધાનાં મોંમા પાણી આવી જાય એવું સ્ટ્રીટ ફુડ છે. પછી એ કોઈ સિઝન હોય દરેક ને ભાવે પણ છે. એમાં પણ લસણની સુકી ચટણી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ વડાપાવ ખાવાની મજા જ અલગ છે.

વડાપાવ (Vadapav Recipe In Gujarati)

#Fam
#Cookpadindia
#Cookpadgujrati
વડાપાવ. (Mumbai street Food Vada Pav)
વડાપાવ નું નામ આવતા જ નાના મોટા બધાનાં મોંમા પાણી આવી જાય એવું સ્ટ્રીટ ફુડ છે. પછી એ કોઈ સિઝન હોય દરેક ને ભાવે પણ છે. એમાં પણ લસણની સુકી ચટણી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ વડાપાવ ખાવાની મજા જ અલગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
4 વ્યકિત
  1. વડાનું સ્ટફીંગ માટે ⬇️
  2. 5-6 નંગબટાકા
  3. 1/2 ચમચીહળદર
  4. 7-8 નંગલીલાં મરચાં
  5. 5-6 નંગલસણની કળી
  6. 1/2 નંગઅદ્ર્ક
  7. જરુર મુજબ બારીક સમારેલી કોથમીર
  8. 1/2 નંગ લીંબુ
  9. 1 ચમચીગરમ મસાલો
  10. વઘાર માટે ⬇️
  11. 1 ચમચીરાઈ
  12. 2-3 ચમચીતેલ
  13. ચપટીહીંગ
  14. 4-5 નંગલીમડાનાં પાન
  15. ખીરું તૈયાર કરવા માટે ⬇️
  16. 1 નાની વાટકીચણાનો લોટ બારીક
  17. સ્વાદ પ્રમાણેમીઠું
  18. 1/4 ચમચીખાવાનાં સોડા
  19. 1 ચમચીગરમ તેલ
  20. જરુર મુજબ પાણી
  21. તળવા માટે ⬇️
  22. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ 5 થી 6 નંગ બટાકા પાણીમાં 2થી 3 વાર પાણીમાં ધોઈને સ્વચ્છ કરી લેવાં અને કુકરમાં થોડુ પાણી નાખી બટાકા બાફી લેવાં. 3 થી 4 વિહ્સ્લ આપી ગૅસ બંધ કરી દો અને રેસ્ટ આપો.

  2. 2

    જ્યા સુધી બટાકા રેસ્ટ લે છે ત્યાં સુધીમાં લસણ, અદ્ર્ક અને મરચાં ની પેસ્ટ મિક્સરમાં અધકચરી પીસી લેવાં.
    ઉપર ઘટકંમાં બતાવેલ પ્રમાણે ચણાનાંં લોટનુ ખીરું4રેડી કરી લેવું.

  3. 3

    હવે બટાકા રેસ્ટ આપ્યાં બાદ તેની છાલ કાઢી અધકચરા સ્મેચ કરવા. અને ઉપર ઘટકમાં બતાવેલ પ્રમાણે બધાં મસાલા મિક્સ કરી લેવાં.
    એક પેન માં 2થી 3ચમચી તેલ ગરમ કરી તેમાં રેડી કરેલ વડાનાં સ્ટફીંગ ને 1 મિનિટ માટે રોસ્ટ કરવા. થોડા થંડ થવા દો પછી તેનાં રાઉન્ડ શેપમાં વડા વાળી લેવાં.

  4. 4

    હવે જરુર મુજબ તેલ એક પેન માંગરમ કરો.
    ચણાનાં લોટ નું ખીરું તૈયાર કરી તેમાં વડા ને ડીપ કરી લેવાં.
    તેલ ગરમ થાય એટલે લો ફ્લેમ પર બધા વડા તળી લેવાં.

  5. 5

    હવે આપણે રેડી કરેલ વડા બની ગયા છે. આ વડા ને પાવ સાથે અથવા એકલા વડા પણ વડપાવની સુકી ચટણી અને તળેલા મરચાં સાથે,ચા સાથે સર્વ કરો.

  6. 6

    નોંધ:-1- વડ ફ્રાય કરવાનાં સમયે જ ચણાનાં ખિરામાં ખાવાનાં સોડા અને ઉપરથી એક ચમચી ગરમ તેલ મિક્સ કરી એક જ ડાયરેક્શનમાં હલાવી4ને વડા ડીપ કરી તળવા થી વડા સરસ ફુલ્શે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes