જુવાર ના ઉત્તપમ (Jowar Uttapam Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#weekendrecipe
જુવાર એ એવું ઘાન્ય છે કે તેની તાસીર ઠંડી હોય છે, આ સાથે જ વજન ઓછું કરવામાં તે મહત્વનો ભાગ ભજવે છે.જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની વાનગીઓ ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે. જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો અને પ્રોટીનનો સારો સોર્સ છે.જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. જુવારની ઠંડી તાસીરના કારણે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે.તો ચાલો આજે આપણે આ પૌષ્ટિક અનાજનો ઉપયોગ કરીને સરસ મજાના ઉત્તપમની રેસિપી જાણીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 1/2 કપ ગાજર ખમણેલું
  2. 1/2 કપ સમારેલી ડુંગળી
  3. 1/2 કપ ઝીણા સમારેલા ટામેટા
  4. 1/2 કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
  5. 1 કપજુવારનો લોટ
  6. 2 કપ દહીં
  7. 1/2 કપ રવો
  8. 1 ચમચીમરી પાઉડર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. બનાવવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ જુવાર ના લોટ માં રવો મરી મીઠું અને જરૂર મુજબ થોડુંક પાણી ઉમેરી ઉત્તપમ માટે ખીરું તૈયાર કરો.અને વીસ મિનિટ માટે ઢાંકીને.

  2. 2

    હવે આ તૈયાર મિશ્રણમાંથી નાના ઉત્તપમ ઉતારી ઉપર બધા જ શાક ઉમેરી અને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન રંગના શેકી લો.

  3. 3

    તો તૈયાર છે ગરમા ગરમ જુવારના લોટના ઉત્તપમ..તેને લાલ લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes