જુવાર રીંગ્સ(Jowar Rings Recipe in Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#GA4
#week16
જુવાર

શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપજુવારનો લોટ
  2. ૨ ટેબલ સ્પૂનચણાનો લોટ
  3. ૧ ટેબલ સ્પૂનઘઉં નો લોટ
  4. ૧ ટેબલ સ્પૂનરવો
  5. ૧/૪ કપદહીં
  6. ૧ ટેબલ સ્પૂનતેલ,મોણ માટે
  7. ૧ કપછીણેલું ગાજર
  8. ૧/૪ કપબાફેલા સ્વીટ કોર્ન
  9. ૪ નંગલીલા મરચાં
  10. ૫૦ ગ્રામ લીલા ધાણા
  11. ઈંચ આદુનો ટુકડો
  12. ૫-૬ કળી લસણ
  13. મીઠું, સ્વાદ અનુસાર
  14. ૧ ટીસ્પૂનઅજમો
  15. ૧ ટીસ્પૂનતલ
  16. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  17. ૧ ટીસ્પૂનજીરુ પાઉડર
  18. ૧/૨ ટીસ્પૂનહળદર
  19. ચપટી હિંગ
  20. તળવા માટે તેલ, આવશ્યકતા અનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આદુ, અને ગાજર ને છીણી લેવા. લસણ, મરચાં, ધાણા ઝીણાં કટ કરી લેવા.સ્વીટ કોર્ન બાફી લો.

  2. 2

    જુવાર ના લોટમાં ઘઉં, ચણા નો લોટ,રવો નાખી મિક્સ કરી લો.હવે તેમાં તેલનું મોણ નાખી મિક્સ કરી તમામ મસાલા એડ કરો.ત્યારબાદ તેમાં આદુ તથા ગાજરનું છીણ,ઝીણા કટ કરેલા ધાણા,લસણ, મરચાં, સ્વીટ કોર્ન નાખી મિક્સ કરી લો.દહીં ની મદદથી રોટલી જેવો ઢીલો લોટ બાંધી લો.૧૦ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.

  3. 3

    હવે આ લોટને સરસ મસળી લો અને રીંગ કટરની મદદથી રીંગ્સ બનાવી લેવી.એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં સમાય તેટલી રીંગ્સ નાખી ગેસ બિલકુલ ધીમો કરી દેવો.ધીમા તાપે ગોલ્ડન અને ક્રિસ્પી તળવી.ગ્રીન ચટણી સાથે,ચા સાથે બહુ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes