જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યકિત
  1. 1 કપજુવારનો લોટ
  2. 1/2 કપરવો
  3. 2 ટીસ્પૂનદહીં
  4. સ્વાદાનુસારમીઠું
  5. જરૂર મુજબ પાણી
  6. જરૂર મુજબ તેલ
  7. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  8. 1/2 કપઝીણું સમારેલું કેપ્સીકમ
  9. 1/2 કપઝીણું સમારેલું ગાજર
  10. 1/2 કપઝીણા સમારેલા ટામેટાં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં જુવારનો લોટ અને રવો મિક્સ કરો. તેમાં 2 ચમચી દહીં, મીઠું અને થોડું પાણી નાખી ખીરું તૈયાર કરો. 10 થી 12 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    હવે ખીરાને હલાવી ને જોઈ લો.....જરૂર પડે તો પાણી ઉમેરો. ઉત્તપમ પેન ને તેલથી ગ્રીસ કરી લો. ધીમો તાપ રાખવો.

  3. 3

    પેનમાં ખીરું પાથરી તેના પર ગાજર કેપ્સીકમ ડુંગળી ટમેટું પાથરી ઉપર સહેજ ખીરું રેડી....નીચેથી બરાબર પાકી જાય એટલે તેને પલટાવી લો

  4. 4

    2 મિનિટ માટે થવા દો. સહેજ દબાવી ને અંદરથી પણ પાકી જાય એટલે પ્લેટમાં કાઢી લો.

  5. 5

    ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes