ફ્રુટ્સ એન્ડ નટ્સ ચીયા પુડિંગ (Fruits And Nuts Chia seeds Pudding Recipe in Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 person
  1. 1/4 કપબદામ
  2. 1/4 કપચીયા સીડ
  3. 1/8 ટી સ્પૂનતજ પાઉડર
  4. 1/8 ટી સ્પૂનવેનિલા એસેન્સ
  5. 3 ટેબલ સ્પૂનમધ
  6. 1 નંગકેળાં ના પીસ
  7. 1/2 નંગસફરજન ના પીસ
  8. 1 નંગકેરી ના પીસ
  9. 1 નંગકિવી ના પીસ
  10. 1/2 કપદાડમ ના દાણા
  11. 2 નંગપલાડેલા અંજીર ના પીસ
  12. 4 નંગઅખરોટ ના પીસ
  13. 10 નંગબદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અંજીર ના પીસ કરી પાણીમાં પલાળી દેવા. બદામ ને આખી રાત પાણીમાં પલાળી દેવી. બીજે દિવસે સવારે બદામની છાલ ઉતારી મિક્સર બાઉલમાં નાખી 3/4 કપ પાણી સાથે વાટી બદામનું દૂધ તૈયાર કરી લેવું. પછી એ દૂધને ગરણી વડે ગાળી લેવું. સવા કપ(1 & 1/4 કપ) જેટલું દૂધ તૈયાર થશે.

  2. 2

    હવે દૂધને તપેલીમાં લઈ તેમાં ચીયા સીડ, તજનો પાઉડર, વેનિલા એસેન્સ અને મધ ઉમેરી બે કલાક માટે ફ્રિઝમાં મૂકી દેવું. જેથી ચીયા સીડ બરોબર પલળી જાય. ફ્રુટસ અને નટસ સમારી લેવા.

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસમાં લેયર્સ માં પહેલા ફુટ પછી બીજા લેયર્સ મા ચીયા સીડ વાળું લિક્વિડ પછી તમને મનપસંદ fruits અને nuts ઉમેરતા લેયર્સ કરતા જવાના છેલ્લે ગ્લાસમાં દાડમના દાણા અખરોટ ના પીસ અને બદામની કતરણથી ગાર્નિશ કરવું. આમાંથી બે સર્વિસ ગ્લાસ તૈયાર થાય છે. આ પુડિંગ ને તમે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. ફ્રુટ તમે તમારા મનગમતા પણ લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes