અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)

Ranjan Kacha @rjkacha
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ દાળ ને ધોઈને બે કલાક પલાળી દો. ત્યારબાદ પાણીથી સારી રીતે ધોઈને દાળને અધકચરી બાફવા માટે કુકરમાં બે સીટી વગાડી લો. તેમજ ટામેટાં ને સારી રીતે ધોઈ સમારી બ્લેન્ડર મા પ્યુરી બનાવી લો.
- 2
હવે ગેસ ઉપર નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, તજ,લવિંગનો વઘાર કરી ખાંડેલું લસણ નાખી સાંતળી લો.પછી તેમાં હળદર,લાલ મરચું, ધાણાજીરું,ગરમ મસાલો આ બધું એડ કરી મિક્સ કરો. ત્યારબાદ ટામેટાની પ્યુરી અને મીઠું નાખી ઢાંકીને ચડવા દો. 🍅માથી તેલ છૂટે પછી તેમાં અધકચરી બફાયેલી અડદ દાળ નાંખી ચમચાથી હલાવી કુક થવા દો. પછી કોથમીર છાંટી ને ગેસ બંધ કરી દો. તૈયાર છે પોષ્ટિક અડદ દાળ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10આયુર્વેદના દ્રવ્યગુણ વિષયમાં અડદની જીવનીય ગ્રૂપમાં ગણતરી કરવામાં આવી છે.જીવનીય એટલે જીવનને ટકાવનાર. મર્હિષ ચરકે જીવનીય ગણમાં જે દસ દ્રવ્યો ગણાવ્યાં છે, તેમાં અડદનો પણ સમાવેશ કરેલો છે. આ ઉપરથી પણ તેનું મહત્ત્વ આંકી શકાય...અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ..અડદ દાળ ત્રણ પ્રકારની હોય છે.સાબુત અડદ...ધુલી અડદ... અડદ છીલકા..સાબુત અડદ ને આપણે આખા અડદ તરીકે ઓળખીએ છીએ,જે કલર માં બ્લેક હોય છે.. હવે આ આખા અડદ ને સ્પ્લિટ કરી ને અડદ છીલકા અને તેના ઉપર ના છીલકા દૂર કરવા થી ધુલી અડદ બને છે... દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે...તે સિવાય અડદ ના પાપડ, ઉપમા,,અળદીયા પાક વગેરેતમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગ આવે છે. અડદની દાળ પચવામાં થોડી ભારે પડે છે. એટલે તેમાં લસણ, હિંગ, આદું જેવાં પાચકદ્રવ્યો નાખવામાં આવે છે. આમ છતાં ઘણાને માફક આવતા નથી. વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિનો વિચાર કરીને ઉપયોગ કરવો જોઈએ. અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. અનેક ઉત્તમ ગુણકર્મોથી સભર એવા અડદને આપણે આગવું સ્થાન આપવું જરૂરી છે..મેં અહીં પારંપરિક ગામઠી અડદ ની દાળ બનાવી છે...તો ચાલો રીત જોઇશું.🤗 Nirali Prajapati -
અડદ અને ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆ દાળ લગભગ દરેક ઘરમાં શનિવારે બનતી હોય છે મેં થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેએકદમ ઢાબા સ્ટાઈલ અડદની દાળ મા ચણા ની દાળ મિક્સ કરી ને બનાવી છેખુબ સરસ બની છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week10 chef Nidhi Bole -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1દરેક પ્રદેશની રાંધવાની પોતાની આગવી શૈલી હોય છે. બરાબર ને મિત્રો..સ્વાદ અને સુગંધમાં સરસ એવી પોષક તત્વોથી ભરપૂર ગુજરાતી દાળ ની લિજ્જત કંઈ ઓર જ હોય છે!!! Ranjan Kacha -
લસણ વાળી અડદ ની દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#week10#oilfree#cookpad_guj#cookpadindiaઅડદ અને અડદ ની દાળ એ દક્ષિણ એશિયા માં વધુ વપરાતી દાળ માની એક છે. અડદ ની દાળ માં પ્રોટીન સાથે વિટામિન બી, લોહતત્વ, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ સારી માત્રા માં હોય છે જેથી તે સગર્ભા સ્ત્રીઓ માટે એક સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ બને છે. અડદ ની દાળ શક્તિવર્ધક તો છે જ , સાથે સાથે તે સારી ત્વચા માટે અને પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે.અડદ ની દાળ ઘણી રીતે બને છે, બીજી દાળ સાથે ભેળવી ને અથવા એકલી પણ બને છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માં બાજરીના રોટલા અને અડદ ની દાળ શિયાળા માં ખાસ ખવાય છે. આજે મેં બહુ જલ્દી બની જાય અને તેલ વિના ની અડદની દાળ બનાવી છે જે મારા ઘરે બહુ પસંદ છે. Deepa Rupani -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB પો્ટીન પેક્ડ અડદ ની દાળ માથી બનતી દેશી વાનગી.શકિ્તવધઁક,જુવાર/બાજરી ના રોટલા સાથે ખાવાની મજા પડી જાય.... Rinku Patel -
અડદ દાળ ઘુટ્ટો (Uraddal Ghute Recipe In Gujarati)
#DR#adaddalghutto#uraddalghute#cookpadgujratiમહારાષ્ટ્રમાં સાતારાની અડદ દાળનો ઘુટ્ટો ખૂબ પ્રખ્યાત છે. અડદ પચવામાં ભારે હોય છે, તેથી તેમાં કોથમીર, નારિયેળ, લીલાં મરચાં, લસણ અને આદુ ઉમેરી બનાવવામાં આવે છે.મહારાષ્ટ્રમાં આવેલ સાતારી લોકો આ દાળનો ઉપયોગ આ પ્રકારથી કરે છે, જેથી આ દાળ સ્વાદિષ્ટ અને પચવામાં હલકી પડે. Mamta Pandya -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week એક પૌષ્ટિક શક્તિવર્ધક કઠોળ. અડદ ની દાળ ખાવાથી સંધા નાં દુખાવા માં રાહત. હાડકા મજબુત રહે છે. અડદ ની દાળ માં કેલ્શિયમ, મેગ્નેશ્યમ, આયર્ન, ફોસ્ફરસ અને પોટેશિયમ સારા પ્રમાણ માં હોય છે. આ તત્વો હાડકા ને મજબુત બનાવવામાં ખૂબ મદદ કરે છે. આજે મે કાઠિયાવાડી સ્ટાઇલ ની, ભરપુર માત્રા માં લસણ વાળી, સ્વાદિષ્ટ દાળ બનાવી છે. Dipika Bhalla -
-
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
લચકા અડદ દાળ (Lachka Urad Dal Recipe In Gujarati)
#EB અડદ દાળ માં બહુ બધા પોષક તત્વો રહેલા છે.અડદ દાળ ના સેવન થી પ્રોટીન,વિટામિન-બી,કેલ્શિયમ,મેગ્નેશિયમ,આયર્ન જેવા પોશક તત્વો મળે છે. આમ તો અડદ દાળ નો ઉપયોગ કરી ધણી બધી વાનગી બનાવી શકાય છે પણ લચકા અડદ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો રોટલા સાથે ખાવામાં આવે તો તેના સ્વાદ માં અનેકગણો વધારો થાય છે. Bhavini Kotak -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#goldenapron 3#week4# ઇ બુક ૧#૪૩ગોલ્ડન અપ્રોન ના 4th વીક માં આપેલ ઓપ્શન મા થી મે ઘી અને ગાર્લિક્ નો ઉપયોગ કર્યો છે. Chhaya Panchal -
અડદ દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 10E- Bookદરેક ગુજરાતી ઘરો માં દર શનિવારે અડદ ની દાળ બનતી હોય છે.. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી અડદ દાલ તડકા બનાવશું..તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Fam આજે હું તમારી સાથે મારા ઘર માં બધાની ફેવરિટ અડદ ની તડકા વાળી દાળ ની રેસીપી શેર કરું છું જે નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે .મારા ઘરે દર શનિવારે આ દાળ અચૂક બને જ છે Chetna Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10આ દાળ લગભગ મંગળવારે અને શનિવારે બનાવતા હોઇએ છીએ....બહુ જ મજા આવે..બધા ની style અલગ અલગ હોય છે..આજે હું મારી પધ્ધતિ થી બનાવું છું.. આવો જોવો.. Sangita Vyas -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1#Mycookpadrecipe53અડદ ની છડી દાળ આ વાનગી ની પ્રેરણા પરંપરાગત રીતે ઘર માં જે રીતે બનતી આવી છે એમ ઘર ના વડીલ વર્ગ એટલે દાદી, મમ્મી પાસે થી શીખેલી. અમારે ત્યાં રસોઈ ના અમુક રિવાજો એવા છે કે એ આવડે તો છોકરી કુશળ એમ કહેવાય. ખાસ લગ્ન વખતે છોકરા છોકરી ની વ્યક્તિગત મુલાકાત માં છોકરા નો ખાસ આ એક સવાલ હોય હોય ને હોય જ. એનું કારણ કે જ્ઞાતિ માં થોડા ઘણા ફેરફાર ઘેર ઘેર હોય પરંતુ વસ્તુ બનતી પહેલે થી જોઈ હોય એટલે કોઈ પણ છોકરા ના મન માં એની મમ્મી જેમ બનાવે એમ કોઈ છોકરી ને રસોઈ આવડે છે કે નહિ એ જાણવા નો હેતુ હોય. અડદ ની દાળ માટે કહેવાય કે ખાટી હોવી જોઈએ, દાળ આખી રહેવી જોઈએ, શેકેલું જીરું અને લીલા મરચાનો વઘાર જોરદાર હોવો જોઈએ. તો ચાલો માણીએ અડદ ની છડી દાળ. Hemaxi Buch -
-
આખા અડદ નું શાક (Akha Urad Shak Recipe In Gujarati)
શનિવારે અમારા ઘરમાં અડધ બને. ક્યારેક અડદ ની દાળ, દાલ મખની , ખાટા અડદ , પંજાબી સ્ટાઈલમાં અડદ અલગ અલગ રીતે બનાવું .જયારે અમે નાના હતા ત્યારે મારા મમ્મી ને ત્યાં દર શનિવારે અડદ ના શાક સાથે બાજરાના રોટલા ગોળ ઘી અને ડુંગળી ટામેટાં ની સલાડ બનતી. આજે મેં પણ એ રીતે અડદ નું શાક બનાવ્યું. Sonal Modha -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
જનરલી બધા મિક્સ દાળ બનાવતા હોય છે હુ પણ બનાવુ છુંઆજે મેં ત્રેવટી દાળ બનાવી છેપેલા ના ટાઈમ મા દાદી નાની લોકો બનાવતાતો આવો જોઈએ કઈ રીતે બને છે#WK5#WEEK5 chef Nidhi Bole -
-
-
અડદ ની દાળ
#દાળકઢીપ્રોટીન અને વિટામિન થી ભરપુર અડદની દાળ માં ખૂબજ તાકાત હોય છે.અમારા ઘરે દર શનિવારે અડદની દાળ અને રોટલા હોય છે.મને ચુરમાના લાડવા સાથે પણ આ દાળ બહુ ભાવે છે,તો ચાલો બનાવીએ.Heen
-
અડદ ઘુંટ દાળ(Urad Ghute Dal Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati અડદ એ એક કઠોળ છે.આ કઠોળનું મૂળ ઉદ્ર્મ ભારત મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાં અડદ ખવાતાં આવ્યાં છે. અને તેનો ઉપયોગ આપણે મોટે ભાગે તેની દાળ, વડા, પાપડ, ઢોંસા ,ઈડલી, વગરે...કરીએ છીએ. આજે મેં પણ અહીં મહારાષ્ટ્રની ફેમસ સતારાની અડદની ઘુંટ દાળ બનાવી છે. અડદ પચવામાં ભારે હોય છે એટલે તેમાં કોથમીર અને કોકોનટ નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે. સાથે લીલાં મરચાં અને લસણ-અદ્ર્ક ઉમેરી આ દાળ ને સ્વાદિષ્ટ અને પચવામાં હલકી પડે માટે મહારાષ્ટ્રમાં આવેલ સતારી લોકો આ દાળનો ઉપયોગ અલગ પ્રકારથી કરે છે. આ એક પૌષ્ટિક આહાર ગણાય છે, . તેનાથી આ દાળ નો બે ગણો સ્વાદ વધી જાય છે. Vaishali Thaker -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiવાલનું શાક એ લગ્ન પ્રસંગમાં ખાસ જોવા મળે છે. વાલનું શાક આમ તો વાયડુ કહેવાય છે. પચવામાં ભારે હોય છે. હિંગ, લસણ, આદુ નાખવાથી નડતું નથી, Neeru Thakkar -
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah -
પંજાબી અડદ દાળ (Punjabi Urad Dal Recipe In Gujarati)
#EBપંજાબી અડદ દાળ એક હેલ્થી ડીશ છે Ami Sheth Patel -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#Week5એન્ટીઓક્સીડન્ટ થી સમૃદ્ધ અને ફાઈબરથી ભરપૂર એવા green beans જેની ગુજરાતીમાં આપણે ફણસી તરીકે ઓળખીએ છીએ. ફણસીમાં પ્રોટીન, પોટેશિયમ, વિટામીન એ, વિટામીન સી પૂરતા પ્રમાણમાં છે તેવી ફણસીનો ઉપયોગ જનરલી પંજાબી સબ્જી તેમજ ગ્રેવી બનાવવામાં કરવામાં આવે છે. પરંતુ આજે મેં ફણસીનુ શાક બનાવ્યું જે ખરેખર ખૂબ જ ટેસ્ટી બન્યું... Ranjan Kacha -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1Week 1 અડદ ની દાળ અને રોટલો એ ઘણા ખરા ગુજરાતી ના ઘર માં અલગ અલગ રીતે બનતી હશે. પણ મારા ઘરે તો બને જ છે એની સાથે દરેક મહેસાણા વાળા ના ઘરે તો બનતી જ હશે. એની સાથે અડદ ની દાળ માં ઘી અને બાજરી નો રોટલો ભાંગીને ખાવા ની તો મજા જ કંઇક અલગ હોય છે. Varsha Patel -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR બધાં નેજ ભાવતું અડદ ની દાળ ને રોટલા એમાં પણ લસણ ની ચટણી હોય બીજુ શું જોઈએ HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15259995
ટિપ્પણીઓ (8)