અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#DR
દાળ રેસીપી
#Cooksnap Theme of the Week
એક પૌષ્ટિક શક્તિવર્ધક કઠોળ. અડદ ની દાળ ખાવાથી સંધા નાં દુખાવા માં રાહત. હાડકા મજબુત રહે છે. અડદ ની દાળ માં કેલ્શિયમ, મેગ્નેશ્યમ, આયર્ન, ફોસ્ફરસ અને પોટેશિયમ સારા પ્રમાણ માં હોય છે. આ તત્વો હાડકા ને મજબુત બનાવવામાં ખૂબ મદદ કરે છે. આજે મે કાઠિયાવાડી સ્ટાઇલ ની, ભરપુર માત્રા માં લસણ વાળી, સ્વાદિષ્ટ દાળ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૪ કપઅડદ ની દાળ
  2. ૨ ટેબલ સ્પૂનતેલ
  3. ૧/૨-૧/૨ ટી સ્પૂનરાઈ અને જીરૂ
  4. સુકુ લાલ મરચુ
  5. ૧ તમાલ પત્ર
  6. લવિંગ
  7. ૩-૪લીમડા ના પાન
  8. ૧ ટેબલ સ્પૂનલીલુ લસણ ઝીણું સમારેલુ
  9. ટામેટું ઝીણું સમારેલુ
  10. ૧/૨ કપછાશ
  11. ૧ ટી સ્પૂન ખંડેલો લસણિયો મસાલો
  12. ૧/૮ ટી સ્પૂન હિંગ
  13. ૧/૮ ટી સ્પૂન હળદર
  14. ૧/૨-૧/૨ ટી સ્પૂનલાલ મરચુ અને ધાણાજીરુ
  15. ૧-૧ ટી સ્પૂનલીલુ મરચુ અને આદુ ઝીણું સમારેલુ
  16. ૧ ટેબલ સ્પૂનકોથમીર
  17. ૧/૨ ટી સ્પૂનમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    માપ પ્રમાણે બધી તૈયારી કરી લો. અડદ ની દાળ ધોઈ ને 1/2 કપ પાણી નાખી ને કૂકર માં બાફી લો.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. એમાં રાઈ ઉમેરી રાઈ તતડે એટલે જીરૂ, તમાલ પત્ર, સુકુ લાલ મરચુ, લીમડો અને લવિંગ ઉમેરો.

  3. 3

    હળદર, લાલ મરચુ, હિંગ અને ધાણાજીરૂ ઉમેરી તરત ટામેટા ઉમેરી મિક્સ કરી લો. ટામેટા નરમ થાય એટલે લીલા મરચા, આદુ અને લીલુ લસણ ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    હવે છાસ માં લસણિયો મસાલો મિક્સ કરી, છાસ ઉમેરો.

  5. 5

    હવે બાફેલી દાળ અને ૧ કપ પાણી ઉમેરી, દાળ ઘટ્ટ થાય ત્યાં સુધી મીઠું અને કોથમીર ઉમેરી બરાબર ઉકળવા દો.

  6. 6

    ગરમ ગરમ દાળ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes